________________ શ્રી હેમચંદ્રસૂરિચરિત્ર. ( 309 ) માણ ગ્રંથના આધારે કેવલીથી અવિરૂદ્ધ અને પરસ્પર વિચાર ચલાવીને તેમણે રાજાની આગળ નિવેદન ક્યું કે –“હે સ્વામીન ! આપના બંધુઓમાં એ કુમારપાલ કોઈને નમ્યા વિના રાજ્ય ચલાવશે, એ વચન અન્યથા થનાર નથી. પિતાના પ્રતાપથી અનેક રાજાઓને જીતીને દિશાઓને તાબે કરશે, પણ તેની પછી રાજ્ય વિનાશ પામશે.” એ પ્રમાણે સાંભળીને " જેમ થવાનું હોય, તેમ થાય છે.” એ વાક્ય જાણતાં છતાં તેને કુમારપાલપર દ્વેષ આવ્યો અને તેને વધ કરવાને તેણે વિચાર કર્યો. એ હકીકત કઈ રીતે પણ કુમારપાલના જાણવામાં આવી, એટલે તે શિવદર્શનમાં શરીરે ભસ્મ લગાવીને જટાધારી તાપસ થયો. એક વખતે ચરપુરૂષોએ આવીને રાજાને જણાવ્યું કે–ત્રણ સે જટાધારી તાપસે આવેલા છે, તેમાં તમારે શત્રુ કુમારપાલ પણ છે. તે સર્વે તાપસોને જેજન માટે નિમંત્રણ કરે અને તેમાં જેના પગે પધ, ધ્વજ અને છત્ર હેય, તેને તમારો શત્રુ સમજી લેજો.” એ પ્રમાણે સાંભળતાં રાજાએ તેમને બોલાવ્યા અને પિતે ભકિતથી તેમના પગ ધવા લાગે, એવામાં કુમારપાલને વારો આવે. એટલે તેના પગે પડ્યાદિક જેવામાં આવતાં તે પુરૂષોએ દષ્ટિસંજ્ઞાથી રાજાને જણાવ્યું, તેથી રાજા સમજી ગયો અને પિતાના માટેની સંજ્ઞાપરથી કુમારપાલ પણ જાણી ગયે, જેથી કંઈક પ્રસંગનો દંભ કરી, હાથમાં કમંડળ લઈ, રાજભવનથી બહાર નીકળી, દિવસે પિતાને ઓળખવાના ભયથી શરીરે કંપતા અને ત્રાસ પામતા તથા “રાજા થકી મારૂં રક્ષણ કરે.” એમ મ્મલિત વચનથી બોલતે કુમારપાલ શ્રી હેમચંદ્રસૂરિ ના ઉપાશ્રયમાં આવ્યું, એટલે આચાર્યો સાહસથી તેને તાડપત્રોમાં છુપાવ્યું. એવામાં તેના પગના અનુસાર રાજપુરૂષોએ ત્યાં આવીને તપાસ કરી, પણ તે જોવામાં ન આવવાથી તેઓ પાછા ચાલ્યા ગયા. પછી રાત્રે આચાર્યો તેને બહાર કહાડ્યો અને તે દેશાંતર ચાલ્યો ગયો. એવામાં ફરીને તે પૂર્વની જેમ ત્યાં આવી ચડ્યો. અહા ! સાહસિક્તા એજ ભાગ્યનું લક્ષણ છે. એટલે ત્યાંથી પણ તીર્થ સ્નાનના દંભથી નીકળી સંકટથી ભય પામતે તે જટાધર વામદેવ તાપસ પાસે જવા લાગ્યો અને જેટલામાં તે આલી નામના કુંભારના ઘર પાસે આવ્યા તેટલામાં પાછળ લાગેલા અસવારે તેના જેવામાં આવ્યા. એટલે તેણે કુંભાર પાસે જઈને કહ્યું કે –“હે શરણાગત વત્સલ પ્રજાપતિ ! આ આવતા સંકટ થકી તું મારું રક્ષણ કર.” ત્યારે તેણે તૈયાર કરેલ નીંભાડાના એક ખુણામાં છુપાવી તેટલું ભાગ મૂકીને તરત તેણે અગ્નિ સળગાવે. એવામાં અસવારોએ આવીને તેને પૂછયું કે–આહં કઈ જટાધર આવ્યો છે કે નહિ ?' - તે બે —હું કામમાં વ્યગ્ર હોવાથી જોઈ શક નથી.” આથી તેઓ ખેદ પામતા અનાદરથી પાછા ચાલ્યા ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust