________________ શ્રી પ્રભાવક ચરિત્ર. અવલોકન-શિખર પર ગયો, ત્યાં ભકિતથી શ્રીનેમિનાથને નમીને તે દિશાઓનું અવલોકન કરવા લાગ્યો. એવામાં એક ચારણ બોલ્યો કે-- - “મટું ના લીધે વાહક શિરનારસિરિા પછી પર્વતપરથી નીચે ઉતરીને રાજા શ્રી હેમચંદ્ર સહિત પ્રભાસ પાટણમાં શિવાલયમાં ગયા. ત્યાં આચાર્ય પરમાત્મસ્વરૂપે શિવની સ્તુતિ કરી અને નમઃ રસ્કાર ક્ય કારણ કે અવિધ એજ મુકિતનું પરમ કારણ છે. આચાર્યે આ પ્રમાણે સ્તુતિ કરી હતી.-- - “અત્ર તત્ર સમજે ચા તથા, શોસિ મધ ચા તા वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवनमोस्तुते " // 1 // ગમે તે સમય ( શાસ્ત્ર) માં ગમે તે રીતે અને ગમે તે નામથી જે તે તમે દષની કલષતા રહિત હો, તો હે ભગવન! તમે એકજ છે માટે તમને નમસ્કાર છે. , પછી ત્યાં મહાદાન આપી, મહિમાથી અદ્દભુત પૂજા કરીને રાજા ત્યાંથી પાછો ફરીને અંબિકાથી અધિષિત કેટિ નગરમાં આવ્યું, ત્યાં સંતાન ચિંતાથી વ્યાકુળ થયેલ રાજાને જાણીને શ્રી હેમચંદ્રસૂરિએ આદરપૂર્વક અંબિકાદેવીનું આરાધન કરવા માંડયું. એટલે ત્રણ દિવસના ઉપવાસને અંતે તેમણે તે શાસનદેવીને બોલાવી ત્યારે તે સાક્ષાત આવીને કહેવા લાગી કે હે મુનિ ! મારૂં વચન સાંભળો–એ રાજાના ભાગ્યમાં સંતતિ નથી, તેમ આ સમયે તે કૈઈ પુણ્યશાળી જીવ પણ નથી, એ રાજાના ભ્રાતાને પુત્ર કુમાર છે તે પુણ્ય, પ્રતાપ અને મહિમાથી બલિષ્ઠ એ રાજા થશે. તે અન્ય રાજ્યોને જીતશે અને ભેગવશે તથા પરમ શ્રાવક થશે.” એ પ્રમાણે દેવીનું વચન સાંભળતાં પુત્રના અભાવે અંતરમાં ખેદ પામનાર અને પ્રજાની પીડાથી શંકા પામતે સિદ્ધરાજ સતત ઉત્સથી અલંકૃત એવા અણહિલપુરમાં આવ્યા. હવે ક્ષત્રિયમાં શિરોમણિ અને જાણે સંપદાઓનો પ્રસાદ હોય એવો દેવસાદ નામે કર્ણરાજાને બંધુ હતું. સદ્વ્રતને પાળનાર ત્રિભુવનપાલ નામે તેને પુત્ર હતો તેને કુમારપાલ નામે પુત્ર કે જે રાજ્યના લક્ષણેથી અલંકૃત હતો. અહીં પુત્રની આશાના ભંગથી વિષાદ પામેલ શ્રી સિદ્ધરાજે પરમજ્ઞાની સમાન નેમિતિઓને બોલાવ્યા. એટલે ગ્રહગતિને માટે સદભાવ અને પ્રશ્ન ચૂડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust