________________ શ્રી હેમચંદ્રસુરિચરિત્ર. ( 37 ) તે શ્રી શત્રુંજય પર્વત પર ચડયો ત્યાં ભાવથી શ્રીયુગાદિ પ્રભુને નમી, તેમની પૂજા કરીને રાજા ભારે પ્રમોદથી પિતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યું. ત્યાં રાજાએ તીર્થની પૂજા માટે બાર ગામ આપ્યાં. કારણ કે મહાપુરૂષે તેવાં કામ અનુમાનથી પણ કરે છે. પછી પર્વત માગે અલ્પ વખતમાં પુણ્યશાળી રાજા રૈવતાચલની નજીકમાં આવી પહોંચ્યો ત્યાં સંકલ ગામની પાસે આવાસ દેવરાવ્યા અને લાચનને અમૃત-રસાયન સમાન શ્રીગિરનાર ગિરિને તેણે જોયે, તે વખતે પર્વતના શિખર પર રહેલ શ્રી નેમિનાથના ચૈત્યને શ્રીસજજન મંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે ધવલપ્રસાદ જોઈને રાજાએ આચાર્યને પૂછયું, ત્યારે તીર્થ પ્રભાવના ના હર્ષથી લોચનને વિકસિત કરતાં તેમણે જણાવ્યું કે--હે દેવ! યાદવવંશના મુગટ સમાન શ્રી નેમિનાથ ભગવંતને આ પ્રાસાદ દેખાય છે, તે આપનેજ બનાવેલ છે.” રાજાએ કહ્યું કે--“હે ભગવન ! આપના ઉપદેશથી આ ઉજજયંત મહાતીર્થને હું જાણું છું અને અહીં જગપૂજ્ય શ્રી નેમિનાથ ભગવંત બિરાજમાન છે, પરંતુ એ મારી કૃતિ છે.-એમ જે આપ કહો છે, તેમાં મને સંશય છે.” એમ સાંભળતા અમાત્ય કહેવા લાગ્યું કે--“હે સ્વામિન ! બરાબર લક્ષ્ય પૂર્વક સાંભળો--આજથી નવ વર્ષ પૂર્વે તમે મને આ પ્રદેશને અધિકારી બનાબે હતું. તે વખતે પર્વત પર આરોહણ કરતાં જણે જિનાલય મારા જેવામાં આવ્યું. એટલે આવક દ્રવ્યને તેમાં વ્યય કરીને એ ચૈત્યનો મેં ઉદ્ધાર કરાવ્યો. હવે જે આપને એ કબુલ અને પ્રમાણ હોય તે ઠીક, નહિ તો આપ સત્યાવીશ લાખ–દ્રસ્મ-ટકા લઈ લે.” એ પ્રમાણે સાંભળી હર્ષથી માંચિત થતા રાજા કહેવા લાગ્યું કે--હે મંત્રિ ! આવું તુચ્છ વચન તમે કેમ બોલ્યા? અસ્થિર દ્રવ્યના વ્યયથી તમે મારું યશજીવન અત્યંત સ્થિર, પુણ્યમય અને ગરિષ્ઠ બનાવ્યું છે, તેથી આ લોક અને પરલોકમાં તારા જેવો મારે અન્ય સ્વજન કેણ છે? માટે હે મિત્ર! ખેદ ન કર. આપણે હવે આ પર્વત પર આરોહણ કરીએ.” એમ કહેતાંજ રાજાએ પર્વત પર આરોહણ કર્યું. ત્યાં મંડપમાં શુદ્ધ ભૂમિકા પર બેસીને તેણે અષ્ટગે જિનેશ્વરને વંદન કર્યું. એવામાં બેસવાને માટે આસન લાવેલ સેવકને અટકાવતાં રાજાએ જણાવ્યું કે--આ તીર્થમાં કેઈએ પણ આસનાદિકપર ન બેસવું, શાપર નિદ્રા ન લેવી, ભજન કે રસોઈ ન કરવી, સ્ત્રીસંગ ન કરે, સૂતિકાકર્મ પણ ન કરવું અને દધિમંથન ન કરવું.' ઇત્યાદિ સિદ્ધરાજની મર્યાદા અદ્યાપિ શાશ્વતી વ. છે. પછી સુવર્ણ, રત્ન અને શ્રેષ્ઠ પુષ્પોથી ભગવંતને પૂજીને રાજ અંબાદેવીના મંદિરમાં ગયો. ત્યાં દેવીનું પૂજન કરીને તેને પ્રણામ કર્યા, ત્યાંથી કાટુકી રાજા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust