________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર. * (ર૬૩ ) તે પછી આઠ વર્ષે શ્રીનમિનાથના તીર્થમાં ગડદેશના આષાડ નામના શ્રાવકે ત્રણ પ્રતિમા કરાવી. શ્રીમાન જિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ ચિરકાળ આયુષ્ય પાળી પ્રાંતે અનશન કરીને સ્વર્ગે ગયા. વળી શ્રીમાન અભયદેવસૂરિ શાસનની પ્રભાવના કરતા અને ચરણોપાસનાથી શોભતા તે કર્ણ રાજાની રાજધાની પાટણમાં ગનિરોધથી વાસનાને પરાસ્ત કરી તથા ધર્મધ્યાનમાં એકતાન લગાવીને દેવલોકે ગયા. છે એ પ્રમાણે સજજનોને માનનીય, કલ્યાણના એકસ્થાનરૂપ, કલિકાલરૂપ, પર્વતને ભેદવામાં વજ સમાન, દુર્ધર અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યોદય સમાન એવું શ્રી અભયદેવસૂરિનું ચરિત્ર તમારા કલ્યાણ અને લક્ષમીને વૃદ્ધિ પમાડનાર થાઓ, તથા અનંત ઉદયરૂપ પરમ બ્રહ્મ–આત્મજ્ઞાનમાં લીન બનાવે. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યું સંશોધન કરેલ પૂર્વષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રીઅભયદેવસૂરિના ચરિત્રરૂપ આ ઓગણીશમું શિખર થયું. ઇતિ શ્રી અભયદેવસૂરિ-પ્રબંધ. “સુતર વિનિશ્ચર.” - - પ્રસ્તુત ગ્રંથના કર્તા ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયજી મહારાજ છે. ગુરૂતત્ત્વના સ્વરૂપને સંગ્રહ વાચકેને એકજ ઠેકાણે મળી શકે એવા ઉદ્દેશથી તેઓશ્રીએ જેનાગમોનું દહન કરી પ્રસ્તુત ગ્રંથમાં તેવા સંગ્રહને રોચક અને સરલ છતાં પ્રાતૃભાષામાં વર્ણવેલો છે જેનો ખ્યાલ વિદ્વાન્ વાચકને ગ્રંથના નિરીક્ષણથી આવી શકશે. સંસ્કૃત ભાષાને નહીં જાણનાર સાધારણ વાચકે પ્રસ્તુત ગ્રંથ માટેની પિતાના જિજ્ઞાસા પૂર્ણ કરી શકે તે માટે ગ્રંથની આદિમાં સંપાદકે ગ્રંથને તેમજ તેના કર્તાને પરિચય કરાવી ગ્રંથને તાત્તિવક સાર તથા વિષયાનુક્રમ આદિ ગુજરાતી ભાષામાં આપેલ છે. અને અંતમાં ઉપયોગી પરિશિષ્ટો તથા ઉપાધ્યાયજીના અજ્ઞાત બે અપૂર્વ પ્રથાનો ઉમેરે કરવામાં આવ્યા છે. ખપી મુનિ મહારાજ તેમજ ગૃહસ્થોએ મંગાવવા સાવધાન રહેવું. દરેક લાભ લઈ લઈ શકે તે માટે કિંમત અડધી રાખવામાં આવી છે. રૂા. 3-0-0 ટપાલ ખર્ચ જુદુ પડશે, અમારે ત્યાં મળી શકશે. લખેઃ શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust