________________ ( 2 ) શ્રી પ્રભાવકે ચરિત્ર પુત્રના આધારે છે. હું એનો પિતા, અત્યારે કે વ્યવસાય કરી શકું ? વળી અન્ય સંતાનરહિત એવી એની માતા પણ વૃદ્ધ થઈ ગઈ છે. તે હું શું કહું ? આ બાબતમાં આપ પૂજ્યને જે આગ્રહ હાય, તો મારે વિચાર કરવાને કંઈજ નથી, એ બાળકને આપ ગ્રહણ કરો.' ' 1 ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા--મારા ગ૭માં પાંચસે સાધુઓ છે, તે બધા તારા પુત્રે જ છે. તે આ એકને માટે તારે આગ્રહ કે? વળી આ શ્રાવકો તને યાવાજીવ ગુજરાન આપશે માટે અહીં બેસીને પરલોકના શંબલરૂપ ધર્મનું નિશ્ચિતપણે સેવન કર.” પછી આદેશને પ્રમાણ કરનાર તે બાળકની માતાને મનાવીને ગુરૂએ ભક્તિશાળી પૂર્ણ ચંદ્રને દીક્ષા આપી, અને શાસનને ઉલ્લાસ પમાડનાર, સંઘરૂપ સાગરને વૃદ્ધિ પમાડનાર તથા આનંદી આકૃતિને ધારણ કરનાર એવા તેનું રામચંદ્ર એવું નામ રાખ્યું, કે દુર્નયરૂપ કલંકને દૂર કરનાર હોવાથી જે નામ સાર્થક હતું. વળી જેના શિષ્યો દુર્ગમશાસ્ત્રોના પણ રહસ્યને જાણનાર થવાના છે, તે શું સામાન્ય કહેવાય ? પછી તર્ક, લક્ષણ તથા સાહિત્યવિદ્યાના પારંગામી એવા રામચંદ્રમુનિ, વર્તમાન સ્વપર-સિદ્ધાંતમાં અસાધારણ પ્રવીણ થયા. ધવલકપુરમાં શિવ–અદ્વૈતને બોલનાર બ્રાહ્મણને તેમણે પરાસ્ત કર્યો. કાશ્મીર સાગર તથા સચપુર નગરમાં વાદ કરતાં તેમણે વિજય મેળવ્ય, નાગપુરમાં ગુણચંદિગંબરને પરાજિત કર્યો, ચિત્રકુટમાં ભાગવત શિવભૂતિને અને ગપગિરિમાં ગંગાધરને તથા ધારા નગરીમાં ધરણીધરને પરાસ્ત કર્યો. પુષ્કરિણીમાં વચનમદથી ઉદ્ધત બનેલ પોકર બ્રાહ્મણને તથા ભેગુક્ષેત્રમાં કષ્ણ નામના પ્રધાન બ્રાહ્મણને તેમણે જીતી લીધો. એ પ્રમાણે રામચંદ્ર મુનિ વારજયથી વસુધા પર ભારે વિખ્યાત થયા. વળી મેરૂને કુલપર્વતની જેમ વિદ્વાન વિમલચંદ્ર, પ્રભાનિધાન હરિચંદ્ર, પંડિત સોમચંદ્ર, કુળભૂષણ પાચંદ્ર, પ્રાજ્ઞ શાંતિચંદ્ર, તથા ચંદ્ર સમાન નિર્મળ યશથી ઉલ્લાસ પામતા અશોકચંદ્રએ તેમના મિત્રો હતા. પછી વિદ્વાન શ્રી રામચંદ્ર મુનિને યોગ્ય જાણુને ગુરૂ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને દેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. હવે શ્રી દેવસૂરિના પિતા વીરનાગની બહેન કે જે પૂર્વે વ્રતધારી હતી, એટલે પાપપકને દૂર કરનાર એવી તેણને મહા પ્રતિષ્ઠા પૂર્વક મહાવ્રત આપીને ગુરૂએ ચંદનબાળ એવું તેનું નામ રાખ્યું. ( એક વખતે ગુરૂની અનુમતિથી શ્રી દેવસૂરિએ ધવલક નામના નગરમાં વિહાર કર્યો, ત્યાં ધાર્મિક શિરોમણિ એવો ઉદય નામે પ્રસિદ્ધ શ્રાવક હતે. તેણે શ્રી સીમંધર સ્વામીનું બિંબ કરાવ્યું હતું, તે બિબની પ્રતિષ્ઠાને માટે સદગુરૂને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust