________________ ( 298 ) શ્રી પ્રભાવક ચરિત્ર. આદેશથી મને બોલાવવા આવ્યા છે, પણ પૃહારહિત અમારે રાજાઓનું શું કામ છે? વળી કાશીપતિ અને કાન્યકુજના સ્વામીને જોયા પછી અલ્પ દેશના અધિપતિ ગુજરેશ્વરની અમારી પાસે શી ગણના? તેમ છતાં તમારો સ્વામી અમને જોવા ઈચ્છતો હોય, તો પોતે જમીન પર બેસી મને સિંહાસન પર બેસારીને જુએ.” એમ સંભળાવી વિસર્જન કરેલા તે પ્રધાન પુરૂષોએ આવીને બધા યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. એટલે તેની વાણીથી ભારે ચમત્કાર પામેલ રાજાએ કવિરાજને કહ્યું કે -" શાંત જૈન મુનિઓ વિના કોને અભિમાન નડયું નથી ? જ્યાં તરતમતાયુકત જ્ઞાન હોય, ત્યાં મદને અવકાશ કેવો ? માટે કેતુથી એનું પણ આ ચેષ્ટિત તો જેવું.” પછી બીજે દિવસે શ્રીપાલસહિત રાજા તેના સ્થાને ગયો. ત્યાં વિદ્વાનેથી સેવિત અને સિંહની જેમ દુધ એ દેવબોધ કવીશ્વર સિંહાસન પર બેઠેલ, રાજાના જોવામાં આવ્યા. ત્યારે દઢ ભકિત અને વિનયથી વામન બનીને રાજાએ તેને નમસ્કાર કર્યો, કારણ કે ગુણપૂર્ણ સજજનો ચિત્તમાં મદને અવકાશ મળતા નથી. પછી સાક્ષાત્ વિશ્વરૂપ એવા રાજાને ઉત્તમ આશિષથી અભિનંદન આપી, હસ્તસંજ્ઞાથી ભૂમિ બતાવતાં તે બોલ્યો કે –“હે રાજન ! અહીં બેસે.” તે સાંભળતાં રાજાએ, શ્રીપાલ કવિએ બનાવેલ કાવ્ય બાલતાં સ્પષ્ટાક્ષરે જણાવ્યું કેસમસ્ત પર્વતના મુગટ સમાન આ તરફ મેરૂ પર્વત છે અને આ તરફ પિતાના ભારને સ્થાપન કરી રહેલ સાત સમુદ્રો છે, તેમજ આ તરફ મહીપતિનો દંભ અને આડંબર બતાવતા ધીર પુરૂષે બેઠેલા છે, અમારા જેવાને આ ધરતલ સ્થાન ઉચિત છે. એ પ્રમાણે કહી પ્રતિહારે ધરણીતલપર આસન બિછાવતાં દેષ-શત્રુનું મથન કરનાર રાજા ત્યાં બેસી ગયે. એવામાં તે વિદ્વાને હથી કવિરાજને બતાવતાં કહ્યું કે—સભાને અયોગ્ય આ કોણ છે?” ત્યારે નિર્દોષ વચનથી રાજાએ જણાવ્યું કે –“ભારે આકર્ષક પ્રબંધ રચનાર આ શ્રીપાલ નામે પ્રસિદ્ધ કવીશ્વર છે. એણે રૂદ્રમહાલયમાં અદ્દભુત રસયુક્ત કાવ્યોથી દુર્લભરાજની પ્રશસ્તિ કરેલ છે, તેમજ વેચનપરાજ્ય નામે મહાપ્રબંધ રચેલ છે. સજન પુરૂષ તે એક સામાન્ય જનની પણ હાંસી કરતા નથી, તે આ સમર્થ કવિની શી વાત કરવી ? " એમ સાંભળતાં જરા હસતાં હસતાં દેવબેધ કવિ ગર્વરૂપ પર્વતની ઉપરની ભૂમિ સમાન એક કાવ્ય બેભે– “શુ વિમાન, શિવિડિસિન ! વાયવેદ્દીનચ યુ. તે વિરાગતા” છે ? - એક લોચનથી વિકલ છતાં શુક્ર કવિપણને પામ્યા, બંને ચનથી હીન એવા તને કવિરાજપરું યુક્તજ છે. P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust