________________ જ , , - - - - શ્રી દેવસરિ–ચરિત્ર.. ( 277 ) આ ફળ છે. ધાન્ય શુષ્ક થઈ જાય અને ધન નષ્ટ થાય, તે વખતે મેઘનું વરસવું શા કામનું ?" એ પ્રમાણે સાંભળતાં દેવસૂરિ ક્રોધથી દુર્ધર વચન કહેવા લાગ્યા કે “હે આર્યો ! તમે વિષાદ ન કરે, એ દુર્વિનીત પતે પતિત થશે.” એટલે સાધ્વી બોલી કે –“એ દુર્વિનીત તે પતિત થશે કે નહિ, પરંતુ તમારા પર આધાર રાખીને બેસી રહેલ સંઘ તો નેતરની જેમ પતિત થશે જ.” ત્યારે આચાર્ય બોલ્યા–“હે ભદ્ર! જે તમે સ્થિર ચિત્તથી અવલોકન કરે, તે મુક્તા–મતીઓને વીંધાવવાનું હોય, પણ ગુણયુક્તને નહિ.” પછી તેમણે પોતાના માણિક્ય શિષ્યને જણાવ્યું કે –“હે ભદ્ર! શ્રીપાટણના સંઘ પ્રત્યે મારી વિનયયુક્ત વિજ્ઞપ્તિ લખ.” એટલે ગુરૂના આદેશ પ્રમાણે તેણે કુટાક્ષરે વિજ્ઞાત લખી અને તે ગુરૂને બતાવી. આચાર્ય તે આ પ્રમાણે વાંચવા લાગ્યા–“સ્વસ્તિશ્રી જિનેશ્વરને નમન કરીને કર્ણાવતીથી શ્રીદેવસૂરિ ભકિતપૂર્વક શ્રીઅણહિલપુરના સંઘને વિજ્ઞપ્તિ કરે છે કે –અહીં દિગંબર વાદી સાથે વાદ કરવાનો નિશ્ચય કરેલ હોવાથી અમારે ત્યાં સત્વર આવવાનું છે.' એ પ્રમાણે વિજ્ઞપ્તિ શીવ્ર ગમન કરનાર એક . પુરૂષના હાથમાં આપી એટલે તે ત્રણ પ્રહરમાં ગુર્જર રાજધાનીમાં પહો ત્યાં શ્રીસંઘે ભેજન, વસ્ત્રાદિકથી તેને આદરસત્કાર કર્યો અને પ્રતિલેખ આપીને તેને તરતજ પાછો મોકલ્યો. તેણે દેવસૂરિ પાસે આવતાં પ્રમોદપૂર્વક શ્રીસંઘને આદેશ સમર્પણ કર્યો. એટલે તેને લલાટે સ્થાપન કરતાં ખોલીને આચાર્ય આ પ્રમાણે વાંચવા લાગ્યા–“સ્વસ્તિ શ્રી તીર્થનાયકને વંદન કરીને પાટણથી શ્રીસંઘ હર્ષ પૂર્વક કર્ણાવતીમાં બિરાજમાન અને પરવાદીઓના જયથી પ્રકૃષ્ટ એવા શ્રી દેવસૂરિને આદેશ કરે છે કે–હે વાદવિશિષ્ટ ! તમારે અહીં સત્વર આવવું અને વળી વાદિવેતાલ શ્રી શાંતિરિ સદગુરૂ પાસે અભ્યાસ કરનાર અને શૈવમતના વાદીને જીતનાર એવા સુનિચંદ્રસૂરિ મહાત્માના શું તમે શિષ્ય શિરોમણિ નથી? વર્તમાનકાળે શ્રીસંઘનો ઉદય તમારાપર જ રહે છે, માટે અહીં શ્રી સિદ્ધરાજને વિનંતિ કરીને અમે તમારા વિજયને કૌતુકપૂર્વક પિતાને વિજ્ય સમજીને અવશ્ય જોઈશું. વળી હે પ્રભો! તમારા વિજય નિમિત્તે અહીં ત્રણસેં સાત શ્રાવક શ્રાવિકાઓ આંબેલ કરે છે. શ્રી શાસનદેવી તમને બળ આપે અને વિરોધી દેના પ્રભાવને સત્વર પરાસ્ત કરે.’ એ પ્રમાણે તત્વથી તે આદેશને અર્થ વિચારી વિશ્વવંદ્ય અને બુદ્ધિનિધાન શ્રી દેવસૂરિએ તે ચારણને પિતાની હકીક્ત સમજાવીને દિગંબર વાદી પાસે મોકલ્યો. એટલે તેણે જઈને નિવેદન કર્યું કે–વાદી દેવસૂરિ મુખથી તમને એમ કહેવરાવે છે કે-“હું પાટણ નગરમાં જાઉં છું અને તમે ત્યાં આવજે કે જેથી સિદ્ધરાજની સભામાં તેના સભાસદોના દેખતાં સ્વપરના અભ્યાસનું પ્રમાણ મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust