________________ શ્રી દેવરિચરિત્ર. ( 281) એટલે શ્રી દેવસૂરિ પ્રત્યુત્તર આપતા બોલ્યા કે—“હે મહારાજ ! તમારે પ્રતાપજ પરદેશી પંડિતને જીતનાર છે, તેમાં અમે તે માત્ર સહકારી છીએ, છતાં તમે મનમાં ક્ષોભ ન લાવશે. ગુરૂએ બતાવેલ પક્ષપ્રમાણોથી હું તે વાદીને અવશ્ય જીતીશ. તમારી જેમ આવા વિદ્વાનેને શાસન પમાડનાર તથા તેના વચનમાં કેતુક ધરાવનાર કેણ છે? કે સંસારને ન ઈચ્છનાર છતાં હું જેની સાથે વાદ કરવા તત્પર થયો છું.” એ પ્રમાણે દેવસૂરિનાં વચન શ્રીપાલ કવિરાજે રાજાને સંભળાવ્યાં, જે વચનામૃતથી રાજા ભારે પ્રમોદ પામે. પછી વિક્રમ સંવત 1181 ના વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વાદી અને પ્રતિવાદીને વાદશાળામાં બેલાવવામાં આવ્યા. એટલે કુમુદચંદ્ર વાદી છત્ર, ચામર યુકત સુખાસનમાં બેસીને આડંબર સહિત ત્યાં આવ્યું ત્યારે પ્રતિહાર મૂકેલ પાટ પર બેસતાં તે બેલી ઉઠયો કે–“વેતાંબર ભયને લીધે કેમ હજી આવ્યું નથી?” એવામાં શ્રીદેવસૂરિ રાજસભામાં આવી પહોંચ્યા ત્યાં પોતાના બુદ્ધિ બળથી ગર્વિષ્ઠ બનેલ કુમુદચંદ્ર કહેવા લાગ્યો કે–આ “વેતાંબર મારા વાદરૂપ રણુાંગણમાં શું બોલવાનું હતું ? માટે અત્યારે એને સત્વર પલાયન કરી જવું ઉચિત છે. ત્યારે આચાર્ય બોલ્યા કે--“આ મારે બંધુ અસત્ય શું બોલી રહ્યો છે? કાર યુકે “વેતાંબર શ્વાન છે, એટલે રણગણમાં તેનું ભસવું બસ છે, પણ રણમાં તેને અધિકાર નથી. પરંતુ શીધ્ર પલાયન જે એ કહે છે, તે યુકત જ છે.” એ પ્રમાણે આ શબ્દખંડનાયુકત વચન સાંભળતાં સભાસદ બધા વિસ્મય પામ્યા અને હાસ્ય પૂર્વક તેઓ ચિતવવા લાગ્યા કે-અહો! આ શ્વેતાંબર અવશ્ય જય થવાને છે. - હવે જિનશાસનના પક્ષપાતી અને એકાગ્રમનવાળા એવા થાહડ અને નાગદેવ તે વખતે બંને સાથે પ્રમોદ પૂર્વક ત્યાં આવી પહોંચ્યા. તેમાં થાહડે. આચાર્ય મહારાજને વિનંતિ કરી કે-“હે ભગવન ! દ્રવ્યથી સભ્યોને ભેદ પમાડવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, માટે અવશ્ય દ્વિગુણ દ્રવ્ય આપીશ, કે જેથી સ્વશાસનની પ્રભાવના થાય, તે આ દાસને આદેશ કરે.” ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે— “હે ભદ્ર! તારે દ્રવ્યને વ્યય ન કરે. કારણ કે આજે શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે મને સ્વમમાં જણાવ્યું છે કે –“હે વત્સ! તારે સ્ત્રીનિર્વાણુને પ્રયોગ કહે, અને તે પણ શ્રી શાંતિ સૂરિએ ઉત્તરાધ્યયન ગ્રંથની ટીકા બનાવી છે, તેના અનુસારે તારે બેલિવું તેથી શત્રુ અવશ્ય પરાજય પામશે.” એમ કહીને સ્વદર્શનને ઉચિત, આનંદના કારણરૂપ તથા વાદીઓને કેતુ-વિશ્વરૂપ એવા આશી P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust