________________ ( ર ) શ્રી પ્રભાવક–ચરિત્ર. કાશ્મીર દેશમાં મોકલ્યા. તેઓ પ્રવર નામના નગરમાં પહોંચ્યા અને ભારતીદેવીને ચંદનાદિકથી પૂજીને સ્તુતિપાઠ કરવા લાગ્યા. એટલે સંતુષ્ટ થયેલ દેવીએ પોતાના અધિષ્ઠાયકોને આદેશ કર્યો કે –“શ્રીહેમચંદ્ર વેતાંબર મારો પ્રસાદ પાત્ર છે, એટલુંજ નહિ પણ જાણે મારી બીજી મૂર્તિરૂપે હોય એવા છે, માટે તેમના નિમિત્તો પ્રેષ્યવર્ગને પુસ્તકો આપીને વિદાય કરે.” પછી ભારતીદેવીએ તે પ્રધાન પુરૂષને સારો સત્કાર કરી, તેમને પુસ્તક અપાવ્યાં અને ઉત્સાહપૂર્વક વિદાય ક્યો. એટલે દેવીના પ્રસાદથી ભારે હર્ષથી રોમાંચિત થતા તે અ૫ સમયમાં પોતાના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં એકનિષ્ઠાવાળા શ્રી હેમચંદ્રપ્રભુપર ભારતીદેવીને કેવી આદર અને સંતોષ છે, તે તેમણે રાજાને નિવેદન કર્યો. જે સાંભળતાં ચમત્કાર પામેલ રાજા કહેવા લાગ્યું કે--અહે! હું અને મારો દેશ ધન્ય છે કે જ્યાં આવા સુજ્ઞ શિરોમણિ ગુરૂ બિરાજમાન છે.' , - પછી શ્રી હેમચંદ્રસૂરિએ પણ તે આઠે વ્યાકરણનું અવલોકન કરીને શ્રી સિદ્ધહેમ નામે નવું અદ્ભુત વ્યાકરણ બનાવ્યું કે જે આઠ અધ્યાયના બત્રીશ પાદથી સંપૂર્ણ ઉણાદિ, ધાતુપાઠ, લિંગાનુશાસન, સૂત્ર, સવૃત્તિ, નામમાલા, અને અનેકાર્થના પાઠથી રમણીય છે, વળી સર્વ વ્યાકરણમાં જે મુગટ સમાન અને સમસ્ત વિદ્વાનોને આદરપાત્ર છે. પ્રથમના વ્યાકરણે બહુ વિસ્તીર્ણ હતાં, તેથી સમસ્ત આયુષ્યભરમાં પણ શીખી શકાય તેવાં ન્હાતાં અને તેથી પુરૂષાર્થ સાધવામાં ખલના પમાડનાર હતાં, તેમજ કેટલાંક સંક્ષિપ્ત, દુર્બોધ અને દોષની સ્થાનરૂપ હતાં. તેથી આધુનિક વિદ્વાનોએ એ વ્યાકરણને પ્રમાણ કર્યું. તેના દરેક પાદને અંતે એક એક લેક છે, કે જેમાં મૂલરાજ તથા તેના પૂર્વજ રાજાઓનું વર્ણન કરવામાં આવેલ છે અને સર્વ અધ્યાયને અંતે ચાર લેક છે તેમજ પાંત્રીશ લેકમાં તેની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. નગરના વિદ્વાનોએ તથા રાજાના પુરોહિતોએ તેનું ત્રણ વર્ષ સુધી વાંચન કર્યું. પછી તે પુસ્તક લખાવવાને માટે રાજાના નિયુકત પુરૂષોએ સર્વ સ્થાનેથકી ત્રણસેં લેખકને બોલાવ્યા ત્યાં રાજાએ તેમને સારે સત્કાર કર્યો. એટલે પુસ્તકે લખાવતાં સર્વ દર્શનેના પ્રત્યેક અભ્યાસીને તે આપવામાં આવ્યાં. જેથી અંગ, બંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કંકણુ, મહારાષ્ટ્ર, સૈારાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૈવીર, નેપાલ, પારસીક મુરંડક, ગંગાપારે હરદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુન્જ, ગડ, શ્રીકામ રૂપ, સપાદલક્ષ, જાલંધર, ખસ, સિંહલ, મહાબોધ, બેડ, કૅશિક-ઈત્યાદિ બધા દેશોમાં તે વ્યાકરણ ખુબ વિસ્તાર પામ્યું, વળી રાજાએ ઉપનિબંધ સહિત વીશ પુસ્તકો અત્યાદરપૂર્વક કાશ્મીર દેશમાં મોકલ્યાં ત્યાં તે ભંડારમાં રાખવામાં આવ્યાં કારણ કે સર્વ લેકે પોતાના વચનને નિર્વાહ કરે છે, તો દેવીની શી વાત કરવી? .. જે હવે પિતાના કુળને શોભાવનાર એ કાકલ નામે એક કાયસ્થ હતો કે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust