________________ ( ) શ્રી પ્રભાવક ચરિત્ર. રાશિમાં ગુરૂ હોય, મેષમાં બુધયુક્ત સૂર્ય હોય, વૃષમાં ચંદ્ર અને ધનમાં છઠ્ઠી ભેમ લાભસ્થ હોય, ધર્મસ્થાન મીનમાં શુક્ર અને વૃષમાં અગીયારમે શની હાય, કન્યામાં ત્રીજે રાહુ સર્વ વિઘોનો નાશ કરે છે, એમ સર્વ ગ્રહોના બલયુક્ત લગ્ન સમૃદ્ધિ કરનાર નીવડે છે. વળી પૂર્વ તેરા ચાંદ્રી હોય, ઠેકાણું પ્રથમ હોય, વગતમ ચંદ્રાંશ નવમા કે બારમે હોય, ગુરૂને ત્રીશ અંશ હોય કે છઠ્ઠો હાયઆ ગુણમંડિત લગ્નમાં જે દેવ કે પુરૂષની પ્રતિષ્ઠા થાય છે, તે રાજમાન્ય, જગપૂજ્ય અને જગતમાં મુગટ સમાન માનનીય થાય છે.” એ પ્રમાણે મુહુર્તનો નિર્ણય કર્યો પછી વૈશાખ મહિનાની તૃતીયાના દિવસે શ્રીસંઘ તથા નગરના અધિકારીઓએ મહત્સવ શરૂ કરતાં, ચેતરફ મંગલ વાદ્યોનાં નાદથી સમય સૂચિત થતાં નંદી વિધાનના ક્રમથી પૂરક ધ્યાનથી શ્વાસ પૂરતાં અને કુંભકથી તેનો ઉભેદ કરતાં શ્રીદેવચંદ્રસૂરિએ અંતરાત્મામાં નિષ્ઠાવાળા અને સુજ્ઞ શિરોમણિ એવા શ્રીસેમચંદ્રમુનિના શ્રવણ મગરૂ, કપૂર અને ચંદનના દ્રવથી ચચિત કરીને, પૂર્વે શ્રીગતમાદિ સૂરીશ્વરેએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને સંભળાવ્યો. એટલે કામદેવને તિરસ્કાર કરનાર તથા અનેક કળાઓના આધારરૂપ એવા શ્રીસેમચંદ્રમુનિ શ્રીહેમચંદ્રસૂરિ એવા નામથી વિખ્યાત થયા. તે વખતે પોતાને પુત્ર આવી ઉચ્ચ પદવી પર આવતાં નેહને ધારણ કરનાર પાહિની શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરૂના હાથે ચારિત્ર અંગીકાર કર્યું, એટલે તે અભિનવ આચાર્ય ગુરૂને વિનંતી કરીને સભા સમક્ષ તેજ વખતે ગુરૂના હાથે પિતાની માતા સાધ્વીને પ્રવત્તિની પદ અપાવ્યું, અને તેને સિંહાસન પર બેસવાનું શ્રીસંઘ પાસે તેમણે કબુલ ૨ખાવ્યું. અહો !ઉત્તમ પુરૂષેની માતૃભક્તિ કેવી અદ્ભુત હોય છે. - હવે શ્રીસંઘરૂપ સાગરના કૈસ્તુભ સમાન શ્રીહેમચંદ્રસૂરિએ એકદા અણુ હિલપુર નગર તરફ વિહાર કર્યો. ત્યાં એક દિવસે સિદ્ધરાજ રચવાડીએ નીકળેલ તે વખતે બજારમાં એક બાજુ ઉભેલા શ્રી હેમચંદ્રસૂરિને જોતાં તેણે અંકુશથી હસ્તીને નજીકમાં ઉભો રાખીને જણાવ્યું કે--તમારે કંઈ કહેવાનું છે?” ત્યારે આચાર્ય પણ બોલ્યા કે—હે સિદ્ધરાજ ! શંકા વિના ગજરાજને આગળ ચલાવ. દિગ્ગજે ભલે ત્રાસ પામે, પણ તેથી શું? કારણ કે પૃથ્વીને તો તું જ ધારણ કરી રહ્યો છે.” એ પ્રમાણે સાંભળતાં ભારે સંતુષ્ટ થયેલ સુજ્ઞ શિરોમણિ રાજા કહેવા લાગ્યો કે—તમે બપોરે હમેશાં મને પ્રમોદ પમાડવા આવજે.” આ એવા સમયે ગુરૂનું તેને પ્રથમ દર્શન થયું કે જેથી રાજાને ભારે આનંદ થયો અને દિગ્યાત્રામાં તેને જય થયો. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust