________________ 22 શ્રી હેમચંદ્રસૂરિ-પ્રબંધ. શ્રી હેમચંદ્રસૂરિનું વચનામૃત અપૂર્વ છે કે રાજાની મનભૂમિમાં I રહેલ છતાં સમસ્ત પ્રાણીઓના ધર્મજીવનના આધારરૂપ છે. સુવર્ણજળની કાંતિયુકત શ્રી હેમચંદ્ર મહારાજની વાણી તે પાતક E અને યમરૂપ માતંગના સ્પર્શ—દૂષણથી બચાવવા માટે કનકભૂષણ સમાન છે, અનંત આગમ તથા વિદ્યાને ધારણ કરનાર અજ્ઞાનતામાં દુ:ખ પામતા ભવ્યાત્માઓને જીવાડનાર તથા જ્ઞાનાદિ લક્ષમીના તિલક સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ તમારું રક્ષણ કરે. પંડિતના સદવૃત્તરૂપ મકિતકમાળામાં મેરૂ સમાન એવુ શ્રી હેમચંદ્ર મહારાજનું ચરિત્ર સજજને હૃદયરૂપ ભવનમાં પ્રકાશ કરવાને હું અંતરમાં સ્થાપન કરું છું. કલેશના આવેશ રહિત ગુર્જર નામે દેશ છે, પુરૂષાર્થત્રયની લહમીને માટે સ્વર્ગ પણ જેની સમાનતાને ઈચછે છે, ત્યાં સનેહી જનોને કામધેનુ સમાન અણુ હિલપુર નામે નગર છે કે જે પ્રાસાદની પંકિતઓથી પર્વતની ભૂમિ સમાન શોભે છે, ત્યાં વચનામૃતની વૃષ્ટિથી ચકોર–ચતુર જનેને આનંદ પમાડનાર એવા સિદ્ધરાજ નામે રાજા હતો કે જેને યશ સિદ્ધપુરૂષ ગાતા હતા અને સુરાસુર તથા નાગેન્દ્રો અને લેપાલે પણ જેની ઉપમાને પામી શક્યા ન હતા તે દેશમાં કમળ સમાન ધંધુકા નામે એક શ્રેષ્ઠ નગર કે જે સપૂજા, ભેગ, શૃંગાર અને પ્રભાવની દઢ રંગભૂમિ સમાન છે ત્યાં વિશાલ મેઢ વંશમાં પ્રૌઢ, મહિમાશાળી ધમી જનમાં અગ્રેસર, ગર્વરહિત, સત્તારૂપ મંડપમાં ચંદરવા સમાન તથા વિદ્વાજનેને માન આપનાર એવો ચાચ નામે શેઠ હતું. સાક્ષાત લક્ષમી સમાન પાહિની નામે તેની પત્ની હતી કે જે સતીના સતીત્વથી સીતા, સુભદ્રાનું સતીત્વ સિદ્ધ થતું હતું. એકદા તે સ્ત્રી રને સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયું અને ભકિતના આવેશથી તે પોતાના ગુરૂને આપી દીધું. હવે ત્યાં ચાંદ્રગચ્છરૂપ સરોવરમાં પદ્મ સમાન અને ગુણેથી મંડિત એવા શ્રીદેવચંદ્રસૂરિ બિરાજમાન હતા કે જે શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust