________________ I શ્રી વીરસૂરિ ચરિત્ર. ( 5 ) એમ કહીને ભારે કળાના નિધાન એવા આચાર્ય પિતાના ઉપાશ્રયમાં આવ્યા. એવામાં રાજાએ પોતાના માણસો મોકલીને સર્વત્ર નગરના દ્વારને નિરાધ કર્યો. અર્થાત્ આચાર્યને ન જવા દેવા માટે તેણે દ્વારપર માણસો ઉભા રાખી દીધા. હવે અહીં ગુરૂ મહારાજે ધર્મકૃત્ય કરી આસન લગાવીને વિધિપૂર્વક ધ્યાન શરૂ કર્યું એટલે અધ્યાત્મના વેગે પ્રાણવાયુના નિરોધ તેમજ વિદ્યાના બળથી આકાશમાગે ઉડીને તેઓ પહેલી નામની નગરીમાં ગયા, એવામાં પ્રભાતે તપાસ કરાવતાં ગુરૂને ત્યાં ન જેવાથી રાજા ચિંતવવા લાગ્યો કે –“અહો! સદા મોહને શિથિલ કરવાની બુદ્ધિ ધરાવનાર એ મારા મિત્ર શું ચાલ્યા જ ગયા ? અનેક સિદ્ધિના નિધાન એવા મિત્ર હવે મને ફરી શી રીતે મળે? ખરેખર ! સિદ્ધિના સ્નેહમાં પુણ્યહીન અમે ખેળ સમાન જ છીએ.” એવામાં પલ્લીવાસી બ્રાહ્મણોએ પાટણમાં શ્રીજયસિંહ રાજાને જણાવ્યું કે–અમુક તીથી, વાર, નક્ષત્રના દિવસે વીરસૂરિ અહીં આવ્યા છે, પણ તે અમને સાક્ષાત્ મળ્યા છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે–આ તો એવા પ્રકારની ક્રીડામાત્ર હતી કે જેથી તે દિવસ તેમને મોહ દૂર કરનાર થઈ પડ્યો. તેથી તે રાત્રેજ અવશ્ય આકાશમાગે ત્યાં ગયા છે અને મશ્કરીને બીજે દિવસે તે બ્રાહ્મ ને મળ્યા છે.’ એમ વધારે ઉત્સુક થવાથી રાજાએ તેમને બોલાવવા માટે પિતાના પ્રધાને મોકલ્યા. એટલે મહાભક્ત તે પ્રધાનેએ તરત ત્યાં જઈને વિનયપૂર્વક રાજાને નેહભાવ કહી બતાવ્યો. ત્યારે સંયમમાં મગ્ન અને ઉદાસીન ભાવે રહેલા આચાર્ય મહારાજે જણાવ્યું કે–રાજાનું હાસ્યવચન એજ અહીં સહકારિ કારણ છે, માટે અન્ય દેશમાં વિહાર કરતાં કદાચ તમારા નગરમાં આવીશું. રાજાના સ્નેહ અને મેહમાં પિતાના દુર્લભ મનુષ્યજન્મ, વત, વિદ્યા, બળ અને શ્રત વૃથા કેણ ગુમાવે?” - એમ સાંભળી તે કહેવા લાગ્યો કે–“રાજાનું એક વચન તમે સાંભળો - તમારા સંગથી અમારૂં સિદ્ધપણું સાચું છે, વળી તેટલો કાળ પિતાનું નામ રહેશે. તમે સિદ્ધ પાસે હેવાથી જ અમે સિદ્ધ થઈશું, અન્યથા નહિં.” એ પ્રમાણે સાંભળતાં આચાર્યે તેમનું વચન સ્વીકાર્યું અને જણાવ્યું કે–અમે તે નગરમાં આવીશું તમે એ બાબતની ચિંતા કરશે નહિં.” પછી મહાદ્ધપુરમાં ઘણા વૈદ્ધોને વાદમાં જીતીને શ્રીવીરસૂરિ ગોપાલગિરિમાં આવ્યા, ત્યાં રાજાએ તેમને ભારે સત્કાર કર્યો ત્યાં પણ પરવાદીઓને તેમણે જીતી લીધા. તેથી રાજાએ આનંદપૂર્વક તેમને છત્ર અને ચામરયુગલ રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust