________________ શ્રી પ્રભાવચંરિત્ર. ચિન્હ આપ્યાં. ત્યાંથી પાછા ફરતાં માર્ગમાં તેઓ નાગપુર નગરમાં રહ્યા અને ત્યાં તેમણે શાસનની પ્રભાવના કરી. એ વૃત્તાંત જાણવામાં આવતાં ભક્તિશાળી સિદ્ધરાજે તેમને બોલાવ્યા. એટલે ગોપગિરિના રાજાએ આપેલ પરિવાર તેમણે સિદ્ધરાજને મોકલી દીધો. પછી ત્યાંથી સંયમયાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યો અને અણહિલપુરની પાસે ચારૂપ નામના ગામમાં તેઓ પધાયો, એવામાં શ્રી જયસિંહ રાજા તેમની સામે આવ્યા અને દેવતાઓને પણ અપૂર્વ લાગે તે તેણે પ્રવેશ મહોત્સવ કર્યો. * હવે ત્યાં વાદિસિંહ નામે સાંખ્યમતનો વાદી આવ્યો. તેણે આ પ્રમાણેના લોકથી દુર્ઘટ એવો એક લેખ રાજાને મોકલાવ્યો કે - " उदृत्य बाहुं किल रारटीति, यस्यास्ति शक्तिः सच वावदीतु। મા દિવસે વારનિ વારિલિદે નૈવાર વેરિ મહેશ્વર પિ” I RIT હું બહુ ઉછાળીને કહું છું કે જેનામાં શક્તિ હોય, તે મારી સામે આવીને વાદ કરે. હું વાદિસિંહ વાદ કરનાર છતાં મહેશ્વર પણ એક “અક્ષર બોલી શકે તેમ નથી.” ત્યાં શ્રીકર્ણ મહારાજાના બાળમિત્ર અને વીરાચાર્યના કળાગુરૂ શ્રીગોવિદાચાર્ય મુનીશ્વર હતા. એટલે રાત્રે ગુપ્ત રાજાએ આવીને એકાંતમાં તેમને જણાવ્યું કે--“શું તે ભિક્ષુની આપ રાહ જૂઓ છો ?" આચાર્ય બોલ્યા–“તારા વચનથી તે અહીં હોય તેમ લાગે છે, પ્રભાતે વાદીને વરસૂરિ જીતી લેશે.” આથી પ્રસન્ન થયેલ રાજાએ પ્રભાતે તે વાદીને રાજ સભામાં બોલાવ્યો એટલે નિઃસ્પૃહની જેમ શાંત એવા તે વાદીએ દંભથી કહ્યું કે - જે રાજા નિસંગ છે, તો અમે ત્યાં શું આવીએ? અમારા વચનનો જે તે કેતુકી હોય, તો તે પોતે અહીં આવીને ભ્રમિરૂપ આસન પર બેસે.” આથી કેતુકી રાજા તે વાતને પણ સ્વીકાર કરીને તેના આવાસમાં ગયે અને ઉંચી જમીન પર તે બેસી ગયો. પછી તેણે પરિવાર સહિત ગોવિંદાચાર્યને બોલાવ્યા ત્યાં આકૃતિયુકત બીજા અલ્પ વિદ્વાને પણ તે વાદીએ આગળ બેસાર્યા અને મહાપ્રજ્ઞાથી અને શાસ્ત્રોને જાણનાર તથા કવિઓમાં અગ્રેસર એવા વીરસૂરિને અમુક અવધિમાં પાછળ બેસાર્યા. એવામાં અચાર્ય ત્યાં આવ્યા અને પોતાના કંબલાસન પર તેઓ બેસી ગયા. ત્યાં રાજાએ જણાવ્યું કે આ વાદી સાથે એમનામાં કેણ વાદ કરશે?” ત્યારે ગોવિંદાચાર્ય બાલ્યા–અર્થ વિના માત્ર અક્ષરની સાથે સંગ કરનાર એવા એની સાથે શાસ્ત્ર સમુદ્રમાં નાવ સમાન બુદ્ધિમાનને વાદ કરે ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust