________________ . . શી વરસરિ ચરિત્ર ( ર૬૭) નથી એટલે આ અજ્ઞની સાથે બીજા શિખે તે વાદ કરતાં લજજા પામે તેમ છે માટે આ પ્રાજ્ઞ વીર બાળ શિષ્ય વાદ કરશે.” એ પ્રમાણે સાંભળતાં વાદી કહેવા લાગ્ય–આ મુગ્ધ ધાવણે બાળક મારી સાથે શું બોલવાનો હતે? માટે આ અસમાન વિગ્રહ (વાદ) અમને શુભ ભાસતો નથી.' ' એટલે રાજાએ કહ્યું કે–અર્થરૂપ અમૃતથી સુગંધિ એવા પિતાના દુગ્ધપાન કરતા મુખથકી આ બાળક તારા મદરૂપ ધતૂરાની ભ્રાંતિને દૂર કરશે.’ એમ સાંભળતાં અવજ્ઞાના વશથી તે વાદી તકેયુક્ત વાક્ય બોલવા લાગ્યા. પછી તે વિરામ પામે, એટલે સુજ્ઞશિરોમણિ શ્રીવીરે જણાવ્યું કે-“ગદ્યમાં બેલું કે પદ્યમાં? જે તને રૂચે, તેમાં બોલું.' છે ત્યારે વાદી બે -“તારી ઈચ્છાનુસાર તું મારી આગળ ગમે તે છંદ કે અલંકારમાં બોલ; સર્વાનુવાદરૂપ કે અર્થથી તું સત્વર વાદ ચલાવ.' એ પ્રમાણે સાંભળીને વીરસૂરિ પુનઃ બેલ્યા કે–આ ગુર્જરને આડંબર કરનાર બાળક હવે આગળ ગમન કરે છે, શું તું તેમાં સમજી શકીશ?” તે બે -પદ્ય કે છંદમાં બેલવાની જે તારી શકિત હય, તે મત્તમયુર છંદમાં અથવા અલંકાર કે અ૫તિમાં સવાનુવાદને આશ્રીને બોલ.' એમ સાંભળતાં વીરસૂરિ કહેવા લાગ્યા કે—‘તું આસન પરથી ઉઠ અને નીચે બેસીને બધું સાવધાન પણે સાંભળ. કારણ કે અમે કદાપિ સરસ્વતીની હીલના કરતા નથી” આથી તે વાદની અધવચ ત્યાંથી ઉઠો, પછી વચન બોલવામાં વીર એવા વીરસૂરિ પૂર્વની પ્રતિજ્ઞા પ્રમાણે અખલિત વાગ્ધારાથી બોલવા લાગ્યા, જે સાંભળતાં વાદીનું વચનબળ બધું ક્ષીણ થઈ ગયું. શ્રી વીર બેલતાં વિરામ પામ્યા અને અર્થથી તેને અનુવાદ કરતાં તે વાદીને કહેવા લાગ્યા કે –“હવે સર્વાનુવાદથી તું બોલ.” ત્યારે તે વાદિસિંહ બે કે-“તે પ્રમાણે બેલવાને સમર્થ નથી.” આથી રાજાએ પોતે તેને હાથ પકડીને તેને જમીન પર પાડી નાખ્યું અને જણાવ્યું કે“જે બોલવાને તું સમર્થ નથી, તે ઉંચા આસન પર શા માટે બેઠો? એવામાં શ્રીપાલ કવીશ્વર બોલે કે–પુરૂષ ઉંચે આસને બેસવાથી શ્રેષ્ઠ કહેવાતું નથી પણ ગુણોને લીધે તે શ્રેષ્ઠતા પામે છે. કાક (કાગડો) પ્રાસાદના શિખર બેસે, તેથી શું તે ગરૂડ બની જશે?” એમ વિડંબના પામતા તે વાદીને જોઈને શ્રીવીરસૂરિ કહેવા લાગ્યા કે-“હે રાજન ! એમ સાંભળવામાં આવે છે અને મારૂં પણ એજ વચન છે કે માણસ ગર્વથી જીતાય છે, કારણ કે શુદ્ધ ન્યાયનિષ્ઠ અને વર્ણાશ્રમના ગુરૂ એવા તમ રાજાની સભામાં એણે અવજ્ઞા કરી જેથી તે પ્રસન્ન કરેલ વાઝેવી કોપાયમાન થઈને એને પિતાની વાણીમાં મંદતા આપી, વળી વાદવિવાદમાં પ્રથમથી જ અમારામાં એવો નિયમ છે કે વાદીને નિગ્રહ થતાં પ્રતિવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust