________________ શ્રી સુરાચાર્ય-ચરિત્ર. ( ર૪૯) એ તે બાળરૂપે સાક્ષાત્ સરસ્વતી છે. એને જીતવાથી તમે મારી સભા જીતી લીધી એમ માની લેજે.” પછી આચાર્યે જણાવ્યું કે–તે પૂર્વવાદ ભલે એ બાળક કરે.” આથી તે અખલિત અક્ષરે પદચ્છેદ અને વાકય વિના વિભક્તિનો ભંગ કરીને યથાલિખિત પાઠ બોલી ગયે. જે સાંભળતાં આચાર્ય સમજી ગયા કે “આ અર્થના બોધ વિના બોલે છે.” એવામાં તેને શંકા થતાં ખલના પાપે અને પછી વિચાર કરતાં તેને નિશ્ચય થયે કે–પટ્ટિકા (પાટી) પર આ એજ પાઠ છે, ત્યાં બીજું કાંઈ લખેલ નથી.” એમ ધારીને તે જેટલામાં વેગથી બોલવા લાગ્યો, તેવામાં કર્કશ શબ્દથી પાછળનું કૂટ પર બેસી ગયા. ત્યારે આચાર્યે જણાવ્યું કે -અરે! તું ખોટું પદ બોલ્યો. માટે ફરીથી બોલ.” એટલે તે ઉતાવળથી કહેવા લાગ્યો કે—મારી પાટી પર એવું જ લખેલું છે, એવી મને ખાત્રી છે.” એમ સાંભળતાં સૂરાચાર્ય સંતેષ પામીને કહેવા લાગ્યા કે “લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) ના મંગલાચરણમાં જે લોક છે, તે આ વાદ છે. માટે શ્રીમાન ભેજરાજા પાસેથી હું રજા લઉં છું કે માલવદેશ જોયો અને માંડા પણ ખાધા.” એ પ્રમાણે કહીને સૂરાચાર્ય દ્વેષીને પરાસ્ત કરનાર એવા મઠમાં ચાલ્યા ગયા અને લજજા તથા ક્રોધથી દબાયેલ રાજાએ પણ પિતાની સભા વિસર્જન કરી. હવે શ્રીમાન ચડસરસ્વતી આચાર્ય અતિથિ એવા સૂરાચાર્યને કહેવા લાગ્યા કે “તમે શાસનને ઉદ્યોત કરે. તેથી અમને સંતોષ છે, પણ તમારા મરણથી અમને ભારે દુઃખ થાય તેમ છે. શ્રી ભેજરાજા પોતાની સભા જીતનારને અવશ્ય મારે છે. શું કરીએ, અહીં તે જય કે પરાજયમાં શ્રેય જ નથી.” એમ સાંભળતાં વીર અને ધીર પુરૂષામાં અગ્રેસર એવા સૂરાચાર્ય બેલ્યા કે–“તમે ખેદ ન કરે. હું મારું પોતાનું રક્ષણ કરીશ.” એવામાં કવિચક્રવતી ધનપાલે પોતાના એક સેવકને મોકલીને સૂરાચાર્યને કહેવરાવ્યું કે–આપ પૂજ્ય ગમે તે રીતે સત્વર મારા ઘરે આવી જાઓ. એ રાજાને ભયંકર પ્રસાદ કેઈરીતે વિશ્વાસ કરવા લાયક નથી. આપ જેવા વિખ્યાત વિદ્વાન સર્વ દેશના મંડનરૂપ છે. ભાગ્યના અતિશયથી જ મારા જેવાને દુર્લભ એવા તમે મળ્યા છે. મને મળ્યા પછી તમારે કોઈ પ્રકારની અતિ કરવાની નથી. હું અવશ્ય તમને સુખે ગુર્જર દેશમાં પહોંચાડીશ.” આ વાત ચાલતી હતી, તેવામાં પ્રભાતે “અહ! મિતભાષી તમો સાધુઓનું ભાગ્ય જાગ્રત છે.” એમ બેલતાં જોડેસ્વારોએ તે ચૈત્યને ઘેરી લીધું અને ત્યાંના 32. - P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust