________________ ( 20 ) શ્રી પ્રભાવક ચરિત્ર નહીં. સ્મરણ માત્રથી હું અહીં આવીને હાજર થઈશ. આ સંબંધમાં હું તારા ચરણના શપથ લઉં છું.' એ પ્રમાણે સાંભળતાં અભયદેવસૂરિએ તે દુષ્કર કાર્યને પણ સ્વીકાર કર્યો, અને ગ્રંથ સંપૂર્ણ થાય, ત્યાં સુધી આંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી નવે અંગની વૃત્તિઓ તેમણે વિના કલેશે સંપૂર્ણ કરી અને દેવીએ પણ જે પૂર્વ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેને નિર્વાહ કર્યો. તે વૃત્તિઓને વૃદ્ધ મહાશ્રુતધરેએ શુદ્ધ કરી, એટલે શ્રાવકોએ તે પુસ્તકોનું લેખન શરૂ કરાવ્યું. એવામાં એક વખતે શાસનદેવીએ એકાંતમાં અભયદેવસૂરિને જણાવ્યું કે–“હે પ્રભે ! પ્રથમ પ્રતિ મારા દ્રવ્યથી કરાવજે.” એમ કહી પિતાની જ્યોતિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સુવર્ણનું ભૂષણ મૂકીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી મુનિએ ગોચરીથી આવ્યા, એટલે સૂર્યના બિંબ સમાન તે આભૂષણ તેમના જેવામાં આવ્યું, જે જોતાં આશ્ચર્યમુગ્ધ બનેલા તેમણે આચાર્યને પૂછયું. ત્યા૨ પ્રમોદ પામતા ગુરૂમહારાજે તે બધે વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી ત્યાં શ્રાવકેને બોલાવ્યા અને ગુરૂએ તેમને તે ભૂષણ બતાવ્યું. પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકે પત્તન (પાટણ) માં ગયા. ત્યાં રત્નપરીક્ષકને તેમણે તે ભૂષણે બતાવ્યું. એટલે તેનું મૂલ્ય ન કરી શકવાથી તેમણે પણ એ અભિપ્રાય આપ્યા કે “અહીં ભીમરાજાની આગળ આ આભૂષણ મૂકે તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે એની કીંમત આંકી શકતા નથી. આથી જાણે સ્નેહથી ઇંદ્ર ભેટ મોકલાવેલ હોય તેમ તે ભૂષણ શ્રાવકોએ રાજા આગળ ધર્યું અને તેને વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. જેથી રાજા સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે- “તે તપસ્વી વિના એનું મૂલ્ય ન થાય અને મૂલ્ય વિના હું લઈ શકું તેમ નથી.” ત્યારે શ્રાવકેએ જણાવ્યું કે –“હે સ્વામિન ! એનું મૂલ્ય આપના મુખેજ થશે અને જે આપ, તે અમને પ્રમાણ છે.” એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ્મ (ટકા) અપાવ્યા. પછી તેમણે તેના પુસ્તકો લખાવીને આચાર્ય મહારાજને અર્પણ કર્યા. તેમજ પાટણ, તામ્રાલસી, આશાપલ્લી અને ધવલક્ક નામના નગરમાં રાશી ચતુર અને શ્રીમંત શ્રાવક હતા કે જે ધર્મવાસનાથી નિર્મળ આશયવાળા હતા, તેમણે પ્રત્યેક અંગવૃત્તિના પુસ્તક લખાવીને આનંદપૂર્વક આચાર્યને આપ્યાં. એટલે સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્વરૂ૫ તાળાની કુંચી સમાન તેમણે બનાવેલ નવે અંગની વૃત્તિઓ એ પ્રમાણે પ્રવર્તમાન થઈ. પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્ય ધવલ, નગરમાં પધાર્યા. કારણ કે સ્થાનમાં અપ્રતિબંધ એજ સિદ્ધાંત-ઉપાસનાનું લક્ષણ છે. એવામાં આંબિલનું તપ કરતાં, રાત્રે નિરંતર જાગરણ કરતાં અને અતિપરિશ્રમથી આચાર્ય મહારાજને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust