________________ w (250 ) શ્રી પ્રભાવક ચરિત્ર મઠવાસી આચાર્યને જણાવ્યું કે–વાદીઓને વંસ કરનાર એવા તમારા વિદ્વાનું અતિથિને મેકલે. રાજા તમને સંતોષ--જયપત્ર આપવાનો છે.” ત્યારે મુખને પ્લાન કરતાં શૂન્ય બનીને તે આચાર્યો તેમને કહ્યું કે–તે અતિથિ આવશે.” પછી સૂર્યના તાપથી પ્રચંડ મધ્યાન્હ કાળ થતાં આચાર્ય બહાર ચાલ્યા ગયા. તે વખતે વેષનું પરાવર્તન કરી એક અણગારનું મલિન અને જીર્ણ વસ્ત્ર ધારણ કરી ચૈત્ય દ્વારથી બહાર નીકળતાં સૂરાચાર્યને સુભટોએ જણાવ્યું કે–“હે વેતાંબર ! અંદર જા, બહાર શામાટે નીકળે છે? જ્યારે ગુર્જર વિદ્વાન રાજાને સુપ્રત કરશે, ત્યારે જ બધા છુટા થઈ શકશે.’ એમ સાંભળતાં વિકરાલ મુખ કરીને તે વક્રોક્તિથી કહેવા લાગ્યા કે–અરે! ભૂપાલની જેમ ગર્વથી આપણે વેરો અંદર સિંહાસન પર બેઠે છે, તેને કાનેથી પકડીને સ્વામી પાસે લઈ જાઓ, કે જેથી તેને જયપત્ર અને યમપત્ર બંને મળે. અમે તો તમારા નગરવાસી છીએ અને ભારે તૃષાતુર થવાથી તમારી આજ્ઞા લઈ જળ લેવા જઈએ છીએ, માટે અમને સત્વર મૂકી દે.” આથી એક સ્વારે દયાથી તેને છોડાવ્યું, એટલે નિર્ભય થઈને સૂરાચાર્ય તે પંડિતરત્ન ધનપાલના ઘરે ચાલ્યા ગયા. ત્યાં ધનપાલ કહેવા લાગ્યો કે–“વચનાતીત એક તાનથી રાહ જોતાં તમે યતીશ્વર યમના દષ્ટિપથથી અંતર્ધાન થઈને મારી દષ્ટિમાં આવ્યા છે. હું આજેજ તમારો જન્મ થયો સમજું છું. અને આજે જ તમારા ગ૭ પુણ્યશાળી થયે, કે જૈન શાસનરૂપ આકાશમાં ભાસ્કર સમાન તમે અહીં આવી ગયા.” પછી તેણે પુન: પ્રશ્ન કર્યો કે--“તમે અહીં આવ્યા શી રીતે ?" ત્યારે સૂરાચાર્ય બધી યથાર્થ વીતક વાત કહી સંભળાવી, જે સાંભળતાં ધનપાલ પરમ આનંદ પાપે. હવે તેમને એક વિશાલ ભૂમિગૃહ (ભેંયરા) માં આદરપૂર્વક રાખીને તે ભકિતથી તેમને શુદ્ધ આહાર આપવા લાગ્યા. એવામાં તાંબુલી લોકોને ત્યાં જતા જોઈને ભોજન, વસ્ત્રાદિકથી તેમને ભારે સત્કાર કરતાં ધનપાલે તેમને કહ્યું કે “તમે મારા એક ભ્રાતાને અણહિલ્લપુર સુધી લઈ જાઓ.’ તેમણે કહ્યું-બ્રાહ્મણ તો રાજાઓને પણ પૂજનીય હોય છે. વળી આ તો રાજાઓમાં માન પામેલ સુજ્ઞ શિરોમણિ છે. માટે આપને આદેશ પ્રમાણ છે. અમે એ કાર્ય અવશ્ય કરીશું. આ બાબતમાં તમારે જરાપણ ચિંતા ન કરવી. અમે તેમને પરિવાર સહિત લઈ જઈશું. તે ભલે થાનપર આરોહણ કરી નિશ્ચિંત થઈને ચાલે. એ પ્રમાણે તેમણે કબુલ કરવાથી સંતુષ્ટ થયેલ ધનપાલે તેમને એક સો સોનામહેર તુષ્ટિદાનમાં આપી. પછી ધનપાલના કહ્યા પ્રમાણે સૂરિને ગુપ્ત રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust