________________ ( 248 ) . શ્રી પ્રભાવક ચરિત્ર. એ પ્રમાણે અદ્ભુત સામર્થ્યયુક્ત વર્ણનથી રાજા ભારે સંતુષ્ટ થયે. તે વખતે ધનપાલે પણ સૂરાચાર્યને અસાધારણ પ્રજ્ઞાયુક્ત જાણું લીધા. એટલે તેને વિચાર આવ્યો કે –“અહો ! એ વિદ્વાની બુદ્ધિ અને વિજ્ઞાન કેવું અદ્ભુત છે ? વળી એણે રાજાને કેવી ગર્ભિતતિ સંભળાવી ? માટે જેનેને કેણ પોતાની પ્રજ્ઞાથી જીતી શકે?” પછી સૂરાચાર્ય રાજાથી સન્માન પામીને પિતાના સ્થાને ગયા. એટલે રાજાએ સભામાં બેસીને પોતાના સમસ્ત વિદ્વાનોને જણાવ્યું કે આ ગુજ૨ મહી વિદ્વાન વેતાંબરસૂરિ આવેલ છે, તેની સાથે તમારામાં કોઈ વાદ કરવા તૈયાર થાઓ.” રાજાનું આવું વચન સાંભળતાં પાંચસેં પંડિતો બધા નીચું મુખ કરી રહ્યા. ઘનગરવથી બાળકોની જેમ તેઓ તે આચાર્યના પ્રતિઘાતથી ભગ્ન થઈ ગયા, આથી રાજા વિલક્ષ થઈને પુન: કહેવા લાગ્યું તમે બધા માત્ર ઘરમાં જ ગર્જના કરનારા છે, વળી મારી પાસેથી ગુજરાન લઈને પોતે પોતાને વૃથા પંડિત કહી બતાવે છે.” એવામાં તેમને એક મહાપ્રાજ્ઞ પંડિત –“હે સ્વામિન્ ! મારો વિચાર તમે સાંભળે. વિલક્ષ ન બને. કારણ કે વસુંધરા રત્નગર્ભ કહેવાય છે. ગુર્જર વેતાંબરો જાણે દેહધારી દેવો હોય તેમ દુર્જય છે. માટે હે રાજન ! એ કાર્ય મંત્રથી સધાય તેવું છે. તે સોળ વરસના કેઈ બુદ્ધિશાળી અને મહાચતુર સરળ સ્વભાવના વિદ્યાર્થીને પ્રમાણુ શાસ્ત્ર ( ન્યાય) નો અભ્યાસ કરાવો.” પંડિતના આ વાકયથી સંતુષ્ટ થઈને ભેજરાજા કહેવા લાગ્યો કે-“ભલે એમ કરે. હવે એ કામ તમેજ બજાવે. - પછી એક ચાલાક પ્રજ્ઞા અને વકતૃત્વમાં અખલિત તથા સામ્ય એવા એક વિદ્યાથીને તે પંડિતે તર્કશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરાવીને બેલવામાં પ્રવીણ બનાવ્યો, એટલે તેણે પણ મોટા ઘોષથી ગુરૂ પાસે બધે પાઠ ગ્રહણ કરી લીધો. પછી એ વાત તેણે રાજાને નિવેદન કરતાં રાજાએ શુભ મુહુર્ત જોવરાવ્યું અને વાદમાં શૂરવીર એવા સૂરાચાર્યને પણ જણાવી દીધું. ત્યારબાદ વાદને માટે તેણે સૂરિને રાજસભામાં બોલાવીને એક સારા આસન પર બેસાર્યા અને રેશમી વસ્ત્ર તથા સુવર્ણ રત્નના અલંકારો તેમજ પુષ્પાદિકથી અલંકૃત કરી તે વિદ્યાથીને પિતાના ઉલ્લંગમાં બેસારીને રાજાએ જણાવ્યું કે આ પ્રતિવાદી છે.' છે ત્યારે વાદીંદ્ર આચાર્ય પ્રગટ વચનથી બોલ્યા કે--આ તો હજી દૂધ પીનાર બાળક જેવું છે. એના મુખમાંથી દૂધની ગંધ આવતી હશે. માટે યુવાન પુરૂષોને એની સાથે વાદ કરે ઉચિત નથી. કારણ કે વિગ્રહ તે સમાન સાથે જ થઈ શકે. એટલે રાજા તરત બોલી ઉઠ્ય કે-એને તમે બાળક સમજશે નહિ. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust