________________ ( 240 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. વિદ્વાનોએ, ભેજ રાજાએ મોકલેલ પેલી ગાથા કહી સંભળાવી. જે સાંભળતાં તરતજ સૂરાચાર્ય બોલ્યા. કારયુકે તેવા પ્રકારને પુણ્યોદય વિદ્યમાન છતાં વિલંબને અવકાશ કયાંથી હોય ? તે આ પ્રમાણે ગાથા બેલ્યા..." अंधय सुयाणकालो भीमो पुहवी मिम्मिइ विहिणा। . जेण सयंपि न गणियं का गणणा तुज्झ इक्कस्स" // 1 // એ પ્રમાણે અર્થ સાંભળતાં રોમાંચિત થયેલ ભીમરાજાએ ભેજના પ્રધાનના હાથમાં એ ગાથા આપીને તેમને વિદાય કર્યા. પછી તે ગાથા વાંચતાં ભેજને વિચાર આવ્યો કે–“ જ્યાં આવા કવિઓ વિદ્યમાન છે, તે દેશ પરાભવ કેમ પામે ? ? અહીં ભીમ રાજાએ સન્માનપૂર્વક આચાર્યને વિદાય કરતાં જણાવ્યું કેતમે પાસે હોવા છતાં વિદ્વાનોથી ગાજતો ભેજ ભૂપાલ શું કરવાનો હતો?” એકદા ગુરૂ મહારાજે સૂરાચાર્ય શિષ્યને અભ્યાસ કરવામાં નિયુક્ત કર્યા, કારણ કે ગુણે એજ પુરૂષની પ્રતિષ્ઠાને વૃદ્ધિ પમાડે છે. પછી કુશાગ્રમતિ અને ભારે સમર્થ એવા સૂરાચાર્ય શિષ્યોને શાસ્ત્રના તો એ વી રીતે સમજાવતા કે તેઓ માત્ર એકજવાર સાંભળતાં જાણ લેતા હતા. તેમ છતાં તરૂણાવસ્થા અને બુદ્ધિની અધિક પટુતાને લીધે અભિમાન લાવીને શાસ્ત્રરહસ્યને ન સમજતા પતાના શિષ્ય પર તે ક્રોધ લાવતા હતા. એટલે તેમને શિક્ષા આપતાં તે પ્રતિદિન રહરણની એક ડાંડી ભાંગતા હતા. કારણ કે ક્રોધ-રિપુ તેવા સમર્થ પુરૂષોને પણ કેઇવાર સતાવે છે. એમ કરતાં એક વખતે પોતાના જાતિબંધુ ક્રોધને સહાયતા કરવા માટે તેમને ભારે ગર્વ આવી ગયો. કારણ કે જે જેની સાથે જોડાયેલ હોય, તે તેની પાછળ આવે. એટલે કાષ્ઠની દંડિકા દરરોજ ભાંગી જવાથી ખેદ પામતાં તેમણે પોતાની શુશ્રુષા કરનાર એક પુરૂષને આદેશ કર્યો કે મારા જેહરણમાં લેહની દંડિકા કરાવવાની છે. એ પ્રમાણે સાંભળતાં શિખ્યો બધા ત્રાસ પામ્યા, અને મનમાં ભારે ખેદ લાવતાં મહામુશ્કેલીમાં તેમણે ઉપાધ્યાય પાસે તે દિવસ વ્યતીત કર્યો. પછી સાંજે પ્રતિક્રમણ કરી અને શાસ્ત્રચિંતન કર્યા પછી મધ્યરાત્રે પણ નિદ્રા ન લેતાં ગુરૂના ચરણ-કમળને સેવતાં અને તેમના ચરણ ચાંપવારૂપ શુશ્રુષા કરતાં, શિર ફુટવાના અને મરણના ભયથી ગભરાઈ જતાં લેચનમાં ભારે અશ્રુ લાવતાં તેમણે શરણ કરવા લાયક ગુરૂના શરણે આવી વંદન કરીને ઉપાધ્યાયનું ચેષ્ટિત ગુરૂને નિવેદન કર્યું. જે સાંભળતાં ગુરૂ બોલ્યા કે–“હે વત્સ ! ઉપાધ્યાયનો આશય સ્વછ છે. એ તો માત્ર તમારો પાઠ સત્વર થાય, તેટલા માટે ત્વરા કરે છે, પણ તે વૈરભાવથી તેમ કરતા નથી. લેહદંડિકાની તે જે અપેક્ષા રાખે છે, તે આચાર વિરૂદ્ધ છે. તેથી એ તમને શિક્ષા આપશે, પણ તાડન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust