________________ શ્રી સુરાચાર્ય ચરિત્ર. (241) એ પ્રમાણે ગુરૂએ આશ્વાસન આપતાં તે શિષ્ય પોતપોતાના સ્થાને જઈને સુઈ ગયા. એવામાં સુરાચાર્ય પણ ગુરૂની શુશ્રષા નિમિત્તે ત્યાં આવ્યા. એટલે તેમણે વંદના કરતાં ગુરૂએ કૃત્રિમ કોપ બતાવીને અનુવંદના ન આપી. ત્યારે તેમને અપ્રસાદનું કારણ પૂછતાં ગુરૂએ જણાવ્યું કે- લેહદંડ એ તે યમનું આયુધ છે, પણ ચારિત્રધારીને ઉચિત નથી, તેમજ પરિગ્રહમાં તે હિંસ વસ્તુ ગણાય છે. પૂર્વે પણ કોઈ પાઠકે પોતાના શિષ્યોને શિક્ષા આપવા માટે તેમ કર્યું નથી, અહો! તારી બુદ્ધિ પુરૂષના હૃદય ભેદવા માટે આ ક્યાંથી સકુરાયમાન થઈ?” એમ સાંભળતાં સૂરાચાર્યે વિચાર કર્યો કે–આ ઉપદ્રવ શિષ્યો થકી થયેલ છે,” એમ ધારી તેમણે ગુરૂને વિનયપૂર્વક કહ્યું કે –“આપ પૂજ્યનો હાથ મારા ડિકાથી શરીરે જેમ પ્રહાર દેવાય, તેમ હદંડથી પ્રહાર ન થાય; પણ આ તો માત્ર બતાવવારૂપ જ છે. વળી મને વિચાર આવ્યો કે મારા ગુણે એમનામાં આવે, પણ ચપળ હોય તે પૂર્ણ ન થાય એ વચન સત્ય છે.” એટલે સર્વમાં ગુણના નિધાનરૂપ એવા ગુરૂ કહેવા લાગ્યા કે—“હે ભદ્ર! કેટ્યશે પણ તારામાં ગુણ નથી, તો તને એ ગુણોને મદ કેમ આવે છે?” એમ સાંભળતાં પ્રબળ બુદ્ધિમાન સૂરાચાર્ય બોલ્યા કે હું કૃતકૃત્ય નથી, તેમ અતિશય રહિત એવા મને ગર્વ શો ? આ તો મારી એવી પ્રતિજ્ઞા છે કે –“મેં ભણવેલા આ શિષ્યો પરદેશમાં વિચરીને વાદીઓને જીતનારા થાય અને આપના કિરણરૂપ બની ને લેકેની જડતા (અજ્ઞાનતા) ને દૂર કરનારા થાય. એમ જિનશાસનની ઉન્નતિ થવાથી આપની તેમાં શોભા જ છે.” ત્યારે ગુરૂ બોલ્યા કે–એ અલ્પમતિ બાળકમાં શી આશા રાખવી? જે તારે એવી લગની લાગી હોય, તે ભેજરાજાની સભાને જય કરવા માટે જવાને તૈયાર થા.” એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે –“આપને એ આદેશ મારે પ્રમાણ છે. વળી એ આપને આદેશ બજાવ્યા પછી જ સર્વ વિકૃતિ (વિગઈ) ને હું સ્વીકાર કરીશ.” એમ કહી ફાલથી ભ્રષ્ટ થયેલ સિંહની જેમ અમર્ષ સહિત તે સરિ–સિંહ પોતાના સંથારાપર ચાલ્યા ગયા. પછી પ્રભાત થતાં આવશ્યક ક્રિયા કરીને તે કહેવા લાગ્યા કે “આજે ભણવાનો અધ્યાય છે.” એમ સાંભળતાં જાણે મહત્સવ આવ્યો હોય તેમ બાલ્યાવસ્થાને લીધે શિષ્ય હર્ષિત થયા. એવામાં મધ્યાન્હ થતાં શુદ્ધ આહાર લાવીને સાધુઓ બધા એકત્ર થયા, ત્યારે ગુરૂ મહારાજે સૂરાચાર્યને બોલાવ્યા. એટલે તે આવ્યા અને તેમને આહાર આપતાં તેમણે વિગઈ ન લીધી. ત્યારે ગીતાર્થ સાધુઓએ તેમને સમજાવ્યા અને ગુરૂએ પણ બહુ કહ્યું છતાં તેમણે પિતાનો આગ્રહ કર્યો નહિ. છેવટે શ્રી સંઘે સમજાવ્યું, 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust