________________ શ્રી સૂરાચાર્ય–ચરિત્ર. ( 238 ) નાનનિયરિંહમ-રિવાજાવાસરા સીસ મથકમ નિવિદો ને સંધા” ? એ ગાથાની તેણે લીલામાત્રથી અવજ્ઞા કરતાં તેમને આદર-સત્કાર કર્યો અને તેમને આવાસ ભજન વિગેરે આપ્યાં. એટલે તે પ્રધાને રાજભવનમાં ગયા. ત્યારે રાજાએ પોતાના પ્રધાનોને આદેશ કર્યો કે–એ ગાથાને પ્રત્યુત્તર આપવા માટે કેઈ વિદ્વાનને શોધી કહાડો.” આથી કવિઓએ પોતપોતાની મતિને અનુસારે પ્રત્યુત્તરની ગાથાઓ બનાવી, પરંતુ તેમાંની એકે ગાથા રાજાને ચમત્કારી ન લાગી. એટલે સર્વ દશનીઓના સ્થાનમાં, ચતુષ્પથે, ત્રિપથ, રાજમાર્ગ, હવેલીઓ, તેમજ ચૈત્યમાં તે પ્રધાને તેવા વિદ્વાનને શોધવા માટે નીકળી પડ્યા. એવામાં એકદા તે શેવિંદાચાર્યના ચૈત્યમાં ગયા. તે દિવસે કઈ પર્વ હોવાથી ત્યાં નાટક ચાલતું હતું તેમાં એક નર્તકી પોતાના હસ્તરૂપ દેવજ ઉંચા કરી, અંગના અભિનયથી નૃત્ય કરતી હતી. વાજિંત્ર અને તાલ સાથે નૃત્ય કરતાં અને વારંવાર અંગને મરડતાં તે શ્રમિત થઈ ગઈ. એટલે સ્પશમાં નવનીત સમાન કમળ પત્થરથી બનાવેલ અને તેની કઠિનતાને જાણે દ્રવિત કરવા માટે જ તે નટીએ પવનના ચગે પ્રસ્વેદ (પસીના) ને દૂર કરવા માટે એક સ્તંભનો આશ્રય લીધો. તે વખતે કેટલાક વિશિષ્ટ પુરૂષાએ શ્રી ગોવિંદસૂરિને વિનંતિ કરી કે– આવી સ્થિતિમાં રહેલ આ નર્તકીનું તમે સ્કુટરીતે વર્ણન કરે.” ત્યારે ગુરૂએ તેનું વર્ણન કરવા માટે ત્યાં બેઠેલા સૂરાચાર્યને આદેશ કર્યો. એટલે તેમણે વર્ણન કરતાં તરત જણાવ્યું કે–“હે સ્તંભ! મૃગાક્ષી નવવનાના કંકણું-આભરણયુક્ત અને કોમળ બાહલતાના સંગથી જે તું સ્વદયુક્ત ચલાયમાન અને કંપિત થાય છે, તેથી ખરેખર !તું પત્થરથી બનાવેલ છે, એ વાત સત્ય છે.” એ પ્રમાણે સાંભળતાં તરતજ તે પ્રધાનેએ ભીમરાજા પાસે આવીને હર્ષથી તે હકીકત નિવેદન કરી કે-“હે સ્વામિન ! ગોવિસરિની પાસે એક કવિ છે, તે પેલી ગાથાને પ્રત્યુત્તર આપવાને સમર્થ છે.” ત્યારે રાજા બોલ્યો કે–એ આચાર્ય તે આપણા પૂર્ણ મિત્ર છે. માટે તેમને સત્કાર કરીને કવિસહિત તે ગુરૂને અહીં તેડી આવો.” એમ રાજાને આદેશ થતાં તે પ્રધાન તરતજ ગોવિંદાચાર્યના ઉપાશ્રયમાં આવ્યા અને સન્માનપૂર્વક બોલાવતાં આચાર્ય રાજસભામાં આવ્યા. એવામાં આચાર્યની પાસે સૂરાચાર્યને જોતાં રાજાએ પ્રમોદપૂર્વક કહ્યું કે- એ તો મારા મામાને પુત્ર છે, તેથી એનામાં સર્વ પ્રકારની શક્તિ સંભવે છે.” પછી આચાર્ય આશીર્વાદ આપીને રાજાએ આપેલ એગ્ય આસન પર બિરાજમાન થયા, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust