________________ શ્રી મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( ર૩૭ ) અહીં શબનમુનિ મહાવિદ્વાનું છે અને આગમ-જ્ઞાનના નિધાન છે. તેમણે એકદા યમકાલંકારથી અતિભક્તિપૂર્વક તીર્થંકર પ્રભુની સ્તુતિ બનાવી. તે બનાવવાનાજ એક ધ્યાનમાં હોવાથી તે એક શ્રાવકના ઘરે ત્રણવાર ભિક્ષા લેવા ગયા એટલે શ્રાવિકાએ પૂછ્યું કે –“હે ભગવન્! ત્રણવાર તમે શા કારણથી આવ્યા ?" મુનિ બોલ્યા-‘ચિત્તના વિક્ષેપને લીધે હું ગમનાગમન જાણી શકતો નથી.” એ વાત શ્રાવિકા પાસેથી જાણવામાં આવતાં ગુરૂ મહારાજે તેમને પૂછયું, ત્યારે શોભન મુનિએ જણાવ્યું કે-સ્તુતિના ધ્યાનમાં હોવાથી હું કંઈ જાણી ન શકો.” પછી ગુરૂએ તે કાવ્યો જોયાં, જેથી ચમત્કાર પામીને તેમણે ભારે હર્ષપૂર્વક શોભનમુનિની પ્રશંસા કરી. એવામાં તેમને સંગ થતાં શેભન મુનિ શ્રીસંઘના અભાગ્યે જવરથી પીડિત થવાથી તત્કાલ પરલોકવાસી થયા. એટલે સિદ્ધ સારસ્વત કવીશ્વરે પિતાના બંધુના દઢ સ્નેહથી તે ચતુર્વિશતિજિનસ્તુતિની પોતે ટીકા બનાવી. એકદા પિતાના આયુષ્યને અંત નજીક આવેલ જાણ ધનપાલ પંડિતે ગુરૂ પાસે પરલોક સાધવા માટે રાજાની અનુમતિ લીધી. એટલે શ્રીમહેંદ્રસૂરિ પાસે તેણે ગૃહસ્થપણામાંજ સંલેખના કરી ત્યાં તીવ્ર તપથી દેહશુદ્ધિ કરતાં, અંતરશત્રુને જીતતાં અને નિરતિચારપણે સમ્યકત્વ પાળતાં તે ગુરૂ પાસે રહ્યો. વળી શ્રતના પારંગામી એવા સ્થવિર મુનિઓ પાસે કાળ નિર્ગમન કરતાં પ્રાંતે દેહનો ત્યાગ કરીને તે સૈધમ દેવલોકમાં ગયે, તે વખતે ઉભયલોકમાં હિતકારી તેનું અદ્ભુત પાંડિત્ય જોઈ સંતુષ્ટ થતાં પોતે ગુરૂ પણ અનશનપૂર્વક સ્વર્ગ ગયા. એ પ્રમાણે શ્રીમાન મહેદ્રસૂરિના હાથે દીક્ષિત થયેલ શ્રી શોભન મુનિ તથા બુદ્ધિનિધાન શ્રી ધનપાલ કવિનું ચરિત્ર સાંભળી ભવ્યજને જૈનધર્મની દઢ વાસનાવડે મિથ્યાતિમિરને દૂર કરનાર એવું સમ્યકત્વ-રત્ન પ્રાપ્ત કરે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રોપ્રભાચંદ્રસૂરિએ મન પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યો સંશાધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી મહેંદ્રસૂરિના ચરિત્રરૂપ આ સત્તરમું શિખર થયું. તે શ્રી દેવાનંદસૂરિ પ્રમોદ વિસ્તારો કે જેમણે હૈમ વ્યાકરણમાંથી ઉદ્ધરીને સુજ્ઞોને સુગમ બંધ થવા માટે નવું સિદ્ધ સારસ્વત નામનું વ્યાકરણ બનાવ્યું. તેમના વંશરૂપ કનકાચલને વિષે કલ્પવૃક્ષ સમાન અને અમને પદાર્થ આપનારા એવા શ્રીમાન પ્રધુમ્નસૂરિ આ વાણી પ્રગટાવે છે. ઈતિ શ્રી મહેદ્રસૂરિ-પ્રબંધ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust