________________ શ્રી સિહર્ષિસૂરિ ચરિત્ર. ' (191 ) દર્શન થવાથી ક્રોધાયમાન માતાએ પણ મારા પર એક રીતે ઉપકાર કર્યો. કારણ કે ગરમ ક્ષીર પણ પિત્તનો નાશ કરે છે.” એમ ચિતવતાં સિદ્ધ તેમને નમસ્કાર કર્યો અને આગળ આવીને બેઠો, એટલે ધર્મલાભ રૂપ આશિષ આપતાં ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે–તમે કોણ છે?” ત્યારે તે સાહસી પ્રગટ રીતે બોલ્યો કે–“શુભંકર શ્રેષ્ઠીને હું પુત્ર છું. માતાએ જુગારથી અટકાવતાં મને કહ્યું કે - આટલી મેડી રાતે તું જ્યાં દ્વાર ઉઘડેલ હોય ત્યાં ચાલ્યા જા.” આટલી વાચના આપતાં હું અહીં ઉઘડેલ દ્વાર જેવાથી આવી ચડ્યો. માટે હવેથી આપના ચરણનું મને શરણ થાઓ. કારણ કે નાવ મળતાં મહાસાગરથી પાર પામવાની કોણ ઈચ્છા ન કરે?” એટલે શ્રતમાં ઉપયોગ આપતાં તેની યોગ્યતાથી મનમાં સંતુષ્ટ થતા ગુરૂ તેને ભાવી પ્રભાવક જાણીને કહેવા લાગ્યા કે–અમારો વેષ લીધા વિના અમારી પાસે રહી જ ન શકાય, પણ તે સ્વેચ્છાએ ચાલનાર તારા જેવા માટે દુહા છે. વળી કાયર પુરૂષોને દુષ્કર એવું ઘોર બ્રહ્મત્રત ધારણ કરવું જોઈએ. વળી કાપતિકા અને સમુદાના વૃત્તિ ધારવાની હોય છે, તેમ સગે વ્યથા કરનાર કેશલેચ પણ દારૂણ હોય છે. વેળુના કેળીયાની માફક આ સંયમ સ્વાદરહિત હોય છે. ગામના કંટક સમાન નીચજનોના ઉંચા નીચા આક્રોશ-વચને સહન કરવાં તે દાંતથી લોઢાના ચણું ચાવ્યા બરાબર છે, તથા છઠ્ઠ અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપશ્ચરણ કરવું તે પણ ભારે દુષ્કર છે. વળી પારણામાં સ્વાદિષ્ટ કે નીરસ વસ્તુ પ્રાપ્ત થયા છતાં રાગદ્વેષ ન કરવા, એ બધું આચરવું તારા જેવાને માટે દુષ્કર છે.” . એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ કહેવા લાગ્યો કે “હે ભગવન્ ! વ્યસનમાં પડેલા મારા જેવા પુરૂષો કાન, ઓષ્ઠ, નાસિકા, બાહુ અને પગને છેદ પામે છે. વળી ક્ષુધાથી વ્યાકુળ થતાં તે ભિક્ષા કે ચાયવૃત્તિથી ગુજરાન ચલાવે છે, શાસ્થાન તે તેમને મળતું પણ નથી અને પોતાના સ્વજનોથી તે પરાભવ પામે છે. હે નાથ ! તે અવસ્થા કરતાં શું સંયમ દુષ્કર છે? એતો જગતને વંદનીય છે, માટે મારા શિરે આ૫ હાથ સ્થાપન કરો.” ત્યારે ગુરૂ બોલ્યા- હે ભદ્ર! અમે અદત્ત લેતા નથી. માટે એક દિવસ ધીરજ રાખ, કે જેથી એ વાત અમે તારા સ્વજનોને જણાવીએ; એટલે-“આપને આદેશ પ્રમાણ છે એમ કહીને સિદ્ધ ત્યાં રહ્યો. એ ગ્ય શિષ્યના લાભથી આચાર્ય મહારાજને પરમ હર્ષ થયે. . હવે અહીં પ્રભાતે શુભંકર શ્રેષ્ઠીએ પુત્રને બોલાવ્યો, પણ જવાબ ન મળે. તેથી સંબ્રાંત થઈને તેણે જોયું, તે પોતાની પત્ની નીચું મુખ કરીને બેઠી હતી. એટલે તેણે તેને પૂછ્યું કે–આજ રાત્રે સિદ્ધ કેમ આવ્યું નથી?' . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust