________________ શ્રી મહેન્દ્રસિરિચરિત્ર. ( ર ) પરંતુ સરસ્વતી સમાન સત્યવાદી તેના જેવો પંડિત બીજે કઈ નથી. અમે ભાગ્યહીન કે એવા પુરૂષના સંસર્ગથી રહિત થયા. તેના નિવાસનું પુણ્ય હવે આ દેશને ક્યાંથી મળે?' એ પ્રમાણે અમાવાસ્યામાં ચકરની જેમ જ રાજા ખેદ પામતો રહેવા લાગે. એવામાં કૈલમતને ધર્મ નામે પંડિત ત્યાં આવી ચડ્યો. તેને વૃત્તાંત આ પ્રમાણે છે. અનંત ગોત્ર (પર્વતો) ના આધારરૂપ, પુરૂષોત્તમ (કૃષ્ણ અથવા ઉત્તમ પુરૂષ) ના આશ્રયરૂપ તથા અનેક રત્નોના નિધાન રૂ૫ સમુદ્ર સમાન લાટ નામે દેશ છે. જ્યાં નર્મદાના તરંગો દર્શન કરતા લોકોને પાવન કરે છે. એવું ભુગુકચ્છ નામે ત્યાં નગર છે. ત્યાં વેદ વેદાંગને પારંગામી અને જાણે સાક્ષાત્ શરીરધારી બ્રહ્મા હાય એ સૂરદેવ નામે મુખ્ય બ્રાહ્મણ રહેતા હતા. સતાઓમાં શિરેમણિ એવી સાવિત્રી નામે તેની પત્ની હતી કે જે નીતિપાત્ર અને દાનેશ્વરમાં પ્રખ્યાત હતી. તેમના ધર્મ અને શર્મ નામના બે પુત્રો હતા કે જે પિતાની આશાના સ્થાન હતા, તેમજ ગેમતી નામે તેમની એક પુત્રી હતી. તેમાં ધર્મ પિતાના નામથી વિપરીત અને શઠપણાથી તે અનીતિએ ઉતર્યો, જેથી સૂર્યને શનિશ્ચરની જેમ પિતાને તે સંતાજનક થઈ પડ્યો. એકદા પિતાએ ધર્મને શિખામણ આપતાં સમજાવ્યું કે–“હે વત્સ! આજીવિકા માટે ધન ઉપાર્જન કર. કારણ કે તે વિના ઉદરપૂરણ માટે તેને ધાન્ય મળવાનું નથી.” પછી પિતે કળાહીન, વિદ્યારહિત અને નીચ જનના સંસર્ગથી સર્વ પ્રકારના ઉપાય થકી ભ્રષ્ટ હોવાથી તે ઈશ્નક્ષેત્રને રક્ષક બન્યો. ત્યાં વડવૃક્ષમાં એક ક્ષેત્રપાલ હતો. એટલે દૈવયોગે તે ધર્મ ભક્તિપૂર્વક નિરંતર તેની પૂજા કરવા લાગ્યા. એવામાં એક વખતે ધર્મ પોતાના સ્વામીના ઘરે ગયે. તે દિવસે કઈ પર્વ હોવાથી ક્ષેત્રપતિએ તેને કહ્યું કે- આજે અહીં ભેજન કર.” ત્યારે તેણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે ક્ષેત્રપાલની પૂજા વિના હું પ્રાણાતે પણ ભેજન કરતે નથી.' એમ કહીને તે ખેતરમાં ગયા. ત્યાં ક્ષેત્રપાલની પૂજા કરીને જેટલામાં તે ખેતરના માળાપર બેઠે, તેવામાં વાડની બહાર ક્ષેત્રપાલના પ્રસાદથી જાણે સાક્ષાત્ શક્તિ–દેવી હોય તેવી એક નગ્ન યોગિની તેના જેવામાં આવી. એટલે યોગિનીએ તેની પાસે એક ઈક્ષુલતા (શેલડીને સાંઠો) માગી, ત્યારે તેણે અતિભક્તિપૂર્વક તેને ભારે રસદાર શેલડીના બે સાંઠા આપ્યા. તેના આસ્વાદથી અતિ પ્રસન્ન થયેલ તે યોગિની કહેવા લાગી કે-“હે વત્સ! શું તું શરમાય છે કે નહિ ?" તે બે —હે મહામાયા ! હું શરમાતું નથી.” છે ત્યારે પુનઃ તે બેલી–બતો વચન આપ એટલે તેણે વાઢ બહાર આવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust