________________ શ્રી મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( ર૨૯) નબિંબની તેણે પ્રતિષ્ઠા કરાવી. પછી તેણે ભગવંતની સમક્ષ બેસીને વયવંથ' ઇત્યાદિ પાંચસો ગાથાની સ્તુતિ બનાવી. એવામાં એક વખતે સ્મૃતિ-કથાના વિસ્તારમાં મુગ્ધ બનેલ રાજાએ પોતાના મિત્ર ધનપાલને કહ્યું કે –“તું પણ કેઈ જેનકથા મને સંભળાવ.” એટલે તેણે વિદ્વાનને વિચારવા લાયક, દોષથકી ઉદ્ધાર કરનારી, રસથી કાવ્યરૂપ ચક્ષુને નિમળતા આપનારી, વિદ્વાનોના મુખમાં કપૂરના પૂર સમાન, વણ પૂરિત અને નવ રસથી વિસ્તૃત એવી બાર હજાર લોકના પ્રમાણવાળી તિલકમંજરી નામે યથાર્થ કથા બનાવી. કવીશ્વરે એ કથાને નવ રસોથી ઓતપ્રોત કરી દીધી. વળી તે કથાની પરિસમાપ્તિ સુધી તે તેમાં જ એક ધ્યાને રહ્યો. જાણે પોતાના સહચારી હાય તેમ નવ રસ ષોના પ્રસ્તાવ-પ્રસંગને ધારણ કરવા લાગ્યા. એટલે કે તેમાં સતત ષડૂ ને સ્વાદ અનુભવવા લાગ્યા. પછી કવીશ્વરની પુત્રીએ તેને પૂછયું કે “હે તાત! એ ગ્રંથ શું સમાપ્ત થયે?” અહિ પિતાના ધ્યાનમાં અને પુત્રીના જ્ઞાનમાં સ્પધો ખરેખર! આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. હવે તે કથા સમાપ્ત થતાં કવિશિરોમણિ ધનપાલે વાદિવેતાલ એવા શ્રી શાંતિસરિને બોલાવ્યા. તેમણે ઉત્સુત્ર–પ્રરૂપણાથી તેનું સંશોધન કર્યું. કારણ કે તે સિદ્ધસારસ્વત હોવાથી તેની કૃતિમાં શબ્દ કે સાહિત્યદેષ તો કયાંથી હોય? પછી તે કથા વાંચતાં રસ-સંગ્રહને માટે રાજાએ તે પુસ્તકની નીચે સુવર્ણને થાળ મૂકાવ્યો. એટલે આધિ વ્યાધિનો ઉછેર કરવામાં કારણરૂપ અને અક્ષય તૃપ્તિને આપનાર એવા તે કથાના રસરૂપ અમૃતનું રાજાએ ત્યાં સંપૂર્ણ રીતે પાન કર્યું પછી તે કથા સમાપ્ત થતાં રાજાએ જણાવ્યું કે-“હું તને કંઈક પૂછું છું અને હે કવિવર ! કંઇક તારી પાસે માગણું કરૂં છું તે તેથી તું મારાપર રોષ લાવીશ નહિ. પ્રથમજ કથાના આરંભમાં “શિવ રક્ષણ કરો” એમ મંગલાચરણકર, તેમ મારા કહેવાથી તેમાં ચાર સ્થાનનું પરાવન કર. અયોધ્યાને સ્થાને ધારાનગરી, શકાવતાર ચૈત્યને સ્થાને મહાકાલ, રાષભને સ્થાને શંકર અને ઈંદ્રને સ્થાને મારું નામ રાખ. એટલે આનંદ વડે સુંદર એવી આ કથા થાવ. ચંદ્રદિવાકર જગતમાં જયવંતી વતે.” ત્યારે ધનપાલ પંડિત કહેવા લાગે - હે નરેંદ્ર! એ પ્રમાણે પરાવર્તન કરતાં તે શુભને બદલે અશુભ થાય. હું એક સત્ય વચન કહું છું, તે સાંભળજેમ પૂર્ણ પયપાત્ર બ્રાહ્મણના હાથમાં હોય, તેમાં મને એક બિંદુ પડતાં તે અપવિત્ર થઈ જાય, તેમ એ નામનું પરાવર્તન કરતાં પવિત્રતાને હાનિ પહોંચવાથી કુળ, રાજ્ય અને દેશને ક્ષય થઈ જાય. શેષ (નાગ) સંબંધી સેવા વિશેષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust