________________ (232 ). શ્રી પ્રભાવક ચરિત્ર. આદરપૂર્વક વચન આપ્યું. ત્યાં ગિનીએ તેના મુખમાં અમૃત સમાન ઈશુરસને કેગળો નાખ્યો અને તેના મસ્તકપર પિતાને હાથ રાખે. પછી તે સરસ્વતી દેવી ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. એટલે ધમેં તે બધું મૂકી દઈને તે ત્યાંથી તરત ચાલી નીકળે, અને હળવે હળવે આગળ ચાલતાં તે નર્મદાના તીરે આવી પહોંચ્યો. ત્યાં સારસ્વતના ઉદયથી તે ચિતવ્યા વિના કાવ્ય બનાવવા લાગ્યા. નર્મદાનું તેણે આ પ્રમાણે વર્ણન કર્યું –અહો ! આ પાતાલમૂલને સ્પર્શ કરનારા અને વિંધ્યાચલને ભેદનારા નર્મદાના જળ પ્રવાહો ત્રાસ ઉપજાવે છે. અને તટપર ઉત્પન્ન થયેલા વૃક્ષોને જે લીલામાત્રથી ઉખેડી નાખે છે, નચાવે છે. આઘાત પમાડે છે, ક્ષણવાર પાછા હઠાવે છે. પછી આગળ પ્રેરે છે, ક્ષણવાર તજે છે. પાછા સ્વીકારે છે. ક્ષણવાર છુપાવે છે અને પાછા પ્રગટ કરે છે. પછી નાવથી નદી ઉતરીને તે નગરમાં આવ્યું અને પોતાના ઘરે આવતાં માતાએ વાત્સલ્યથી તેનો કરસ્પર્શ કર્યો તેમજ પિતાએ તેને બોલાવ્યો કે–“હે વત્સ ! આજે મેડા કેમ આવ્યો? વળી લઘુ બંધુએ પ્રેમ બતાવીને પિતાના શિરથી તેના હૃદયને સ્પર્શ કર્યો. તેમજ “હે ભાઈ ! હે ભાઈ !" એમ ભગિનીએ પણ તેને વારંવાર ગદગદ શબ્દથી બાલાવ્યું. એટલે તે બધાની અવગણના કરતાં કર્કશ શબ્દથી ધર્મ કહેવા લાગ્યા કે “હે માતા ! તું પણ મારો સ્પર્શ ન કર. હે તાત ! તું પણ મને તૃપ્તિ ન પમાડ, હે ભ્રાત! તું પણ મને વૃથા શા માટે ભેટે છે? હે હેન! તું વિના કારણે શા માટે રેવે છે? જે નિર્દયે નિ:શંક થઈને મદિરા પીવે છે, મનુષ્યનું માંસ ખાય છે અને નિર્લજજ થઈને ચંડાલણું પ્રત્યે ગમન કરે છે, આપણે તે કૈલ મતના છીએ.” એમ કહી, સ્નેહનો ત્યાગ કરતાં તે તરતજ ઘર થકી ચાલી નીકળે. પછી તે અવંતિ દેશના સારરૂપ એવી ધારા નગરીમાં ગયો. ત્યાં માનપર્વતના શિખરે ચડેલ તેણે રાજભવનના દ્વારપર બેસીને ભેજ રાજાને પોતાની મોટાઈને લોક લખી મોકલાવ્યું કે–ગડ દેશમાં મેં શંભુપંડિતને જીતી લીધે. ધારા નગરીમાં વિષ્ણુને, મંડલ નગરમાં ભટિને અને કાન્યકુજમાં -પશુપાતને જીતી લીધે. તેમ જાવાદમાં બીજા પણ કેટલાયે વાદીઓને મેં જડ જેવા બનાવી દીધા છે. હે રાજન! તે ધર્મપંડિત પોતે અહીં આવીને દ્વારપર બેઠા છે. વળી દર્શનમાં જે કંઈ પૃથ્વી પર પોતાને પંડિત માનતો હોય, તે તર્ક, લક્ષણ, સાહિત્ય કે ઉપનિષમાં મારી સામે આવીને વાદ કરવા ઉભે રહે.” પછી ભેજ રાજા સમક્ષ આવતાં સભાને તૃણ સમાન માનનાર એ તે અહંકાર લાવી કહેવા લાગ્યો કે– ચિરકાલથી સેવન કરેલ વિદ્વાનોને અપ્રતિમ લતાને મદ હવે ગળી જાઓ. કારણ કે અપૂર્વ રૂપધારી તપોધન (બ્રાહ્મણ) રૂપે આ પતે સરસ્વતી તારી પાસે ઉપસ્થિત થઈ છે. વળી હે રાજેદ્ર! હું ઉંચો હાથ કરીને જણાવું છું કે જેનામાં શક્તિ હોય, તે વાદી મારી સમક્ષ આવીને | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust