________________ ( 27e ) શ્રી પ્રભાવક ચરિત્ર જે જાણતા નથી, તે દ્વિજિલ્ડતા ( દુર્જનતા) ને પામતાં હીન કુળમાં ઉત્પન્ન થવાથી વિદ્વાનેમાં શું લજજાપાત્ર થતા નથી?' એ પ્રમાણે પંડિતના વચનથી ભેજરાજાને કપ ચડ્યો. તેથી ટાઢ દૂર કરવાને પૂર્વે સામે રાખવામાં આવેલ સગડીના ધગધગતા અંગારામાં તેણે તે પુસ્તક નાખી દીધું. આથી રોષ પામતાં ધનપાલ કઠોર વચનથી પ્રતિજ્ઞા કરતાં રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે “બસ, હવે ફરીવાર તારી સાથે બોલવું નથી. તું માલવપતિ થઈને વિપરીત કેમ માને છે? વળી કૃત્યમાં તો તું ખરેખર ! અધમ છે, કે ધનપાલને પણ મૂકયે નહિ. હું એમ પૂછું છું કે આ વંચનકળા તું ક્યાંથી શીખે ?" પછી ખેદયુક્ત મનથી તે પોતાના ઘરે જઈ બીછાના વિનાના ખાટલા પર નીચું મુખ કરીને સુઈ ગયે. એટલે સ્નાન, દેવપૂજ, ભજન કે બેલવા જતાં તેને કંટાળો આવવા લાગ્યો. કથાની વાત પણ તે ભૂલી ગયા અને નિદ્રા પણ તેનાથી દૂર થઈ ગઈ. પિતાના પિતાની આવી સ્થિતિ જોઈ સાક્ષાત્ સરસ્વતી સમાન એવી નવ વરસની તેની બાલિકાએ ખેદનું કારણ પૂછતાં તેણે સત્ય હકીકત પુત્રીને કહી સંભળાવી. જે સાંભળી તાતને ધીરજ આપતાં તે બાળા બોલી કે –“હે તાત ! રાજાએ તે પુસ્તક અગ્નિમાં નાખી બાળી દીધું, તો શું થયું? પણ તે મારા હૃદયે અક્ષય છે. માટે તમે ઉઠે અને સ્નાન, દેવપૂજા, ભજન વિગેરે કરે. એ બધી કથા હું તમને સંભળાવીશ. આથી ધનપાલ કવિએ સ્નાનાદિ બધી ક્રિયા સંતોષપૂર્વક સમાપ્ત કરી અને પછી તેણે પુત્રીના મુખથી સમસ્ત કથા સાંભળી તેમાં જેટલી વાત તેના સાંભળવામાં આવી ન હતી. તેટલી તે બોલી શકી નહિ. એટલે કથામાં ત્રણ હજાર લેક ન્યૂન રહ્યા. જે બીજા સંબંધથી જોડીને તેણે બધા પુસ્તકમાં લખી લીધા. હવે ત્યાં અપમાન થવાથી ધનપાલ કવીશ્વર ધારાનગરીથી ચાલી નીકળે. કારણ કે સજને માનહીન થતાં ત્યાં સ્થિતિ કરતા નથી. પશ્ચિમ દિશા તરફ ક્ષેભ વિના ચાલતાં તે નગરજનોથી સુશોભિત એવા સત્યપુરમાં આવી પહોંચે. ત્યાં શાશ્વત પદ સમાન શ્રી મહાવીર ચૈત્ય દષ્ટિગોચર થતાં તે મહાપંડિત પરમ આનંદને પામ્યા. પછી ભગવંતને નમસ્કાર કરી તેણે વિરોધાભાસ અલંકારોથી અલંકૃત એવી “વ નિર્માણ' ઇત્યાદિ પ્રાકૃત સ્તુતિ બનાવી છે જે અદ્યાપિ વિદ્યમાન છે. હવે અહીં કેટલાક દિવસ પછી ભોજરાજાએ ધનપાલકવિને બેલા, પરંતુ તેના ચાલ્યા જવાને વૃત્તાંત સાંભળવામાં આવતાં રાજા પેદાતુર થઈ કહેવા લાગ્યું કે—જે મનમાં વિચાર કરીએ, તે તે કર્કશ વચનને લીધે ગમે તે ઠીક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust