________________ (ર૧૪) શ્રી પ્રભાવક ચરિત્ર હવે મને ખાત્રી થઈ. તે કવિ શું અસત્ય બોલે?” એમ કહી અભિમાન તજીને તે પોતાના સ્થાને ચાલ્યો ગયે. અહંકારી પ્રત્યે મૃદુતા વાપરવી એજ તેને શાંત કરવાનું પરમ ઔષધ છે. એવામાં એકદા દ્રવિડ દેશને વાદી આવ્યું. તે કંઈ પણ હાકાર વિગેરે અવ્યક્ત ભૈરવ ( ભયંકર) શબ્દ બોલવા લાગ્યા, આચાર્ય જે કે તેની ભાષા જાણતા હતા, છતાં કૌતુકથી ભીંતપર રહેલ ઘોડા ઉપર હાથ દઈને તે ફુટ કહેવા લાગ્યા કે કહે, તું અને દેશના વાદી સાથે મળતા છે? અવ્યક્તવાદી એ પથની જેમ તિર્યંચ આકૃતિને વેગ્ય છે.” એમ આચાર્યું કહેતાં સારસ્વત મંત્રના પ્રભાવે તે અલ્પાકૃતિએ કષ્ટથી પણ જેને જવાબ ન આપી શકાય તેવા ગહન વિક અત્યંત વેગથી કહી બતાવ્યા, કે જેથી તે નિરૂત્તર થતાં પશુ જેવો બની ગયે, પછી તે ખેદ પામીને ત્યાંથી કયાંક ચાલી જતાં લોકો કહેવા લાગ્યા કે સરસ્વતીના વરદાનથી આ વાદિવેતાલ વિદ્યમાન છતાં અન્ય કોઈ વાદી ઉભે રહી શકે તેમ નથી.', ' ર ' . ' . . . . . 9 એક દિવસે શ્રી શાંતિસૂરિએ ધારા૫દ્ર પુરમાં વિહાર કર્યો. ત્યાં શ્રી નાગિની દેવી વ્યાખ્યાન અવસરે નૃત્ય કરવા આવી. તેણના પટ્ટપર ગુરૂએ બેસી જવા માટે વાસક્ષેપ નાખે. એમ દેવી સાથે ગુરૂનો સમય પ્રવર્તાવા લાગે. એવામાં એકદા વિચિત્રતાથી ગુરૂ તેનાપર વાસક્ષેપ નાખતાં ભૂલી ગયા તેમ તેને આસન પણ ન કહ્યું, તેથી તે લાંબે વખત ઉચે જ અધર ઉભી રહી, પછી રાત્રે ગુરૂ ધ્યાનમાં બેઠા, ત્યારે તે દેવી સ્વરૂપે ગુરૂને ઉપાલંભ આપવા મઠમાં આવી, એટલે ત્યાં ઉદ્યોત અને રતિ કરતાં અધિક રૂપવતી રમણને જોઈને આચાર્યો પ્રવર્તક મુનિને જણાવ્યું કે - “હે મુનિ ! શું અહીં સ્ત્રી આવી છે?” . 11 (1) SS ત્યારે મુનિ બેલ્યા–એ હું જાણતો નથી. એવામાં દેવી પિતે કહેવા લાગી કે--આપના વાસક્ષેપના અભાવે ઉંચે રહેતાં મારા ચરણે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાનમય આપને પણ વિસ્મૃતિ થઈ ગઈ, તે એ લક્ષણથી હવે આપનું આયુષ્ય છ મહિના જેટલું શેષ લાગે છે. માટે ગચ્છની વ્યવસ્થા કરીને પરલોકનું સાધન કરે. એમ મારા જાણવામાં આવવાથી હું આપને નિવેદન કરૂં છું” એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ.. તે પછી પ્રભાતે પોતાના ગચ્છ તથા સંઘ સાથે વિચાર ચલાવી, બત્રીશ સુપાત્રામાંથી ત્રણ વિદ્વાન મુનિઓને તેમણે આચાર્યપદે સ્થાપન કર્યા. તે શ્રી વીરસાર, શ્રી શાલિભદ્રસૂરિ તથા શ્રી સર્વદેવસૂરિ સાક્ષાત્ જાણે રત્નત્રયી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust