________________ = . . .. . . . . . . . . ! = શ્રી શાંતિરિચરિત્ર. ( 215). (જ્ઞાન, દર્શન, ચારિત્ર) હોય તેમ સત્રતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા. તેમાં શ્રી વરસૂરિની શિષ્ય પરંપરા ન થઈ, રાજપુરી ગામમાં તેમનું યશજીવન શાશ્વત રહ્યું. તેમજ પંડિતેથી પરવારેલ બે શાખામાં અદ્યાપિ શ્રી સંઘનો ઉદ્ધાર કરવામાં ધુરંધર એવા આચાર્યો વિદ્યમાન છે. હવે શ્રી શાંતિસૂરિ મહારાજ, યશ શ્રાવકના સેઢ નામના પુત્રની સાથે રેવતાચલ પ્રત્યે ચાલ્યા અને ત્વરિત પ્રયાથી થોડા દિવસમાં તેઓ ગિરનાર તીર્થ પર પહોંચ્યા. ત્યાં શ્રી નેમિપ્રભુનું ધ્યાન લગાવીને તેમણે અનશન કર્યું. એટલે ધર્મધ્યાનરૂપ અનલથી ભવપીડારૂપ લતાને દગ્ધ કરતાં તથા સુધા, તૃષા, નિદ્રા વિગેરેને ન જાણતાં સમાધિમાં રહી, જગતને નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી શાંતિસૂરિ પચીશ દિવસ વ્યતાત કરીને વૈમાનિક સુરસંપત્તિ પામ્યા. વિક્રમ સંવના 106 વર્ષ જતાં જેઠ માસની શુકલ નવમીને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં શ્રી શાંતિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એ પ્રમાણે પૂર્વના શ્રી સિદ્ધસેન પ્રમુખ આચાર્યોના ચરિત્રનું અનુકરણ કરનાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનું આ ચરિત્ર, આધુનિક તેમજ પ્રાચીન વિદ્વાનમાં પ્રસિદ્ધિ પામતાં સંપત્તિ નિમત્તે થાઓ અને સેંકડો બુધજના સમ્યક પ્રકારે અભ્યાસમાં આવતાં યાવચંદ્રદિવાકર પ્રસિદ્ધિ પામે. . શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વર્ષ રાજહંસ સમાન અને શ્રી રામ તથા લીમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં, શ્રી પ્રદ્યુમ્માચાર્યો સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્ર રૂ૫ રેહણાચલને વિષે શ્રા શાંતિસૂરિના ચરિત્રરૂ૫ આ સોળમું શિખર થયું. ઈતિ શ્રી શાંતિસૂરિ પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust