________________ શ્રી મહેન્દ્રસુરિ ચરિત્ર. ( 21 ) ત્યારે મુનિઓ બોલ્યા–“એ અમારો આચાર છે, તે તું અદેખાઈ શા માટે લાવે છે, કારણ કે અદેખાઈથી મહાદેષ લાગે. માટે પ્રિય વાક્ય બોલવું તેજ સુંદર છે. હવે જે તું ભ્રાંતિ વિના જીવની સ્થિતિ પૂછતી હોય, તો તે ત્રણ દિવસ ઉપરાંતના દહીંમાં અવશ્ય જીવ હોય છે. જ્ઞાનીઓનું વચન મિથ્યા કદાપી ન હોય.” એટલે ધનપાલ પંડિત નિર્દોષ વચન બોલ્યો કે જો એમ હોય, તે તેની પ્રતીતિ માટે તમે આ દહીંમાં જ બતાવે.” ત્યારે તેમણે દહીંમાં અળતે નખાવે, તેથી જીવ બધા ઉપર તરત તરી આવ્યા. તેમાં કેટલાક નજરે દેખાયા અને કેટલાક અદશ્ય હતા. એટલે તે વર્ણના અને તે રસના છો તેણે સાક્ષાત્ નજરે જોઈ લીધા. આથી તે મુનિના વચનથકી ધનપાલને ગર્વ ઉતરી ગયો. જેમ નાગૅદ્રમંત્રથી વિષ દૂર થાય, તેમ તે કવીશ્વરનું મિથ્યાત્વ-વિષ દૂર થયું, પછી તે ચિંતવવા લાગ્યા કે એમનો ધર્મ જીવદયાથી ઉજવળ છે. અને આ પશુહિંસાદિ ધર્મ કેવળ મિથ્યા લાગે છે.” એમ ધારી તે કહેવા લાગ્ય-જિનશાસનને જાણનારા એવા તમે નિર્દોષ ધર્મ આચરો છે. કારણ કે ધતુરાનું પાન કરનાર વેત વસ્તુને તપણે જોઈ ન શકે.” વળી પુન: તે કવીશ્વરે જણાવ્યું કે તમારે ગુરૂ કેણુ? ક્યાંથી આવે છે અને ક્યા શુદ્ધ સ્થાને તમે નિવાસ કર્યો છે? એ પ્રમાણે સાંભળતાં તે મુનિ બોલ્યા કે “હે ભદ્ર! સાવધાન થઈને સાંભળે. અમે ગુર્જર દેશથી અહીં આવ્યા છીએ. શ્રી મહેંદ્રસૂરિના શિષ્ય શોભનમુનિ અમારા ગુરૂ છે અને તે શ્રી અદિનાથના ચૈત્યપાસે પ્રાસુક ઉપાશ્રયમાં રહેલા છે.” એમ કહીને તે મહામુનિ પિતાને સ્થાને ચાલ્યા ગયા. પછી સ્નાન પૂર્વક ભજન કરીને ધનપાલ પંડિત ગુરૂના ઉપાશ્રયે ગયો, ત્યાં વડીલ બંધુ સમજીને સુજ્ઞ શોભનમુનિ તેની સામે આવ્યા. એટલે બંધુનેહના મેહથી તેણે તેમને આલિંગન કર્યું. પછી ગુરૂએ અર્ધ આસન આપતાં તે બંને સાથે બેઠા. ત્યાં ધનપાલ વિનયથી કહેવા લાગ્યા કે –“તમેજ પૂજ્ય છે કે આવા ધર્મને આશ્રય કર્યો. ભેજરાજાની આજ્ઞાથી ધર્મમૂલ જિનદર્શન–જેનસાધુઓને દેશપાર કરાવતાં જે મેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે, તેને અંત આવે તેમ નથી. સર્વદેવ પિતા અને લધુબંધુ તમે બંને મહામતિ છે કે જેમણે ભવ દવા માટે આવા સુગુરૂ અને ધર્મને આદર કર્યો, અને અમે અહીં ધર્માભાસ (મિથ્યાધર્મ)ને ધર્મરૂપે સ્વીકારતાં અધર્મમાં પડયા રહ્યા, તેથી પરભવે અમારી શી ગતી થશે, તે અમે જાણી શકતા નથી. માટે મારા વંશરૂપ સમુદ્રમાં રત્ન સમાન એવા હે અનુજ બંધુ ! કર્મના મર્મને છેદનાર અને સુખકારી એ ધર્મ મને બતાવો.” T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust