________________ શ્રી મહેન્દ્રસરિ–ચરિત્ર. ( 225 ) ત્યારે કવીશ્વરે જણાવ્યું કે –“હે નરેંદ્ર! એ બાલિકા વૃદ્ધાને પૂછે છે કે—“શું આ નંદી કે મુરારિ છે? કામદેવ શંકર, કે કુબેર છે? અથવા વિદ્યાધર કે સુરપતિ છે? ચંદ્રમા કે વિધાતા છે?” ત્યાં નવ વખત શિર ધુણાવીને વૃદ્ધા કહે છે કે–એમાંનો એ કોઈ નથી, પરંતુ હે પુત્રી ! કીડા કરવાને માટે પ્રવર્તમાન થયેલ આ પોતે જ ભૂપતિ છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે –“નવ વારને લગતા એણે નવ વિકલ્પ બતાવી મારી શંકા દૂર કરી. તો એ દુભાષિક વિના જ્ઞાનીની જેમ અન્ય કેણ બોલનાર છે? તે શ્રીમાન્ મુંજના માનથી વૃદ્ધિ પામેલ એ શું નિગ્રહ કરવા લાયક છે ? નહિ જ.” - એદા રાજએ ધનપાલને શિકારમાં બોલાવતાં તે ગયે. ત્યાં શિકારીઓએ એક શૂકર (મુંડ) જે. એટલે કોંત સુધી ધનુષ્ય ખેંચી, તેમાં બાણ સાંધીને તેમણે તે ડુકકર તરફ છેડયું. જેથી તે નીચું મુખ કરીને પડ્યો અને ઘોર આકંદ કરવા લાગ્યું. ત્યારે અન્ય પંડિતો રાજાને કહેવા લાગ્યા કે –“સ્વામી પોતે સુભટ અથવા તે તેની પાસે આવા બીજા સુભટ નહિ હોય.” એવામાં રાજાની દષ્ટિ ધનપાલ પર પડી. અને રાજાએ કહ્યું કે—કંઈ બોલશો?” એટલે કવીશ્વરે જણાવ્યું કે-“હે સ્વામિન ! સાંભળો રાત યત ચત્ર પર क्क नीतिरेषाऽशरणो ह्यदोषवान् / निहन्यते यद् बलिनापि दुर्बलो દુહા ! મહારાષ્ટ્રમાં વાત” i ? | એવું પરૂષ-બળ પાતાળમાં પેસી જાઓ, વળી એવી નીતિ કયાની કે જ્યાં અશરણું, નિર્દોષ અને દુર્બળને બળવાન મારે. અહા ! મહાકણની વાત છે કે આ જગતમાં કઈ ન્યાયી રાજા નથી.” પછી એકદા નવરાત ગૌત્રદેવીનું પૂજન ચાલતાં એકસો બકરાઓને વધસ્થાને બાંધીને તરવારના એક એક ઘાથી મારવામાં આવ્યા, ત્યાં પાસે રહેલા લોકો એ વધ સંબંધમાં રાજાની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે કરૂણાનિધાન ધનપાલ કવિ બોલ્યો કે –“આ બધા વિદ્વાને એ કર્મ કરનારા અને મિથ્યા પ્રશંસા બોલનારા છે, કારણ કે જે પશુઓના આર્તનાદ સાંભળ્યા છતાં તેમના પર દયા લાવતા નથી, તે પોતાને માટે નરકના દ્વાર ખુલ્લા કરે છે.” એક વખતે મહાકાલના મંદિરમાં પવિત્રાહને મહોત્સવ ચાલતાં રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust