________________ ( 222) શ્રી પ્રભાવક ચરિત્ર.. એટલે બંધુનેહને ધારણ કરતા વિદ્વાન શોભનમુનિ કહેવા લાગ્યા કે “હે કુલાધાર ! સાંભળ-દયા એજ મુખ્ય ધર્મ છે; તથા દેવ, ગુરૂ અને ધર્મરૂપ ત્રણ તત્વ તું સાવધાન થઇને સાંભળ-મહામહ, અને કામાદિક શત્રુઓને જીતનાર, પિતે મુક્ત થઈ અન્ય જીવોને મુક્ત કરવાને સમર્થ તથા પરમાનંદ પદને આપનાર એવા જિનભગવાન તેજ દેવ છે. શ્રાપ કે અનુગ્રહ કરનારા,વિષયરૂપ કાદવમાં નિમગ્ન તથા સ્ત્રી, શસ્ત્ર અને જપમાળાને ધારણ કરનારા દેવો તે રાજા જેવા સમજવા. તથા શામ, દમ, શ્રદ્ધા અને સંયમને ધારણ કરનાર, કલ્યાણના નિધાન, કર્મ નિર્જરા કરવામાં તત્પર તથા સદા સંવરને સેવનારા એવા મુનિ તે ગુરૂ સમજવા. પરિગ્રહ અને મહા આરંભ સેવનારા, જીવહિંસા કરવામાં તત્પર, સર્વ પ્રકારની અભિલાષા કરનારા તથા બ્રહ્મચર્યહીન હોય તે ગુરૂ શી રીતે હોઈ શકે ? 1 : તેમજ સત્ય, અસ્તેય, દયા, શચ, ક્ષમા, બ્રહ્મચર્ય, તપ, ક્રિયા, માર્દવ, આર્જવ અને સંતોષ એજ જિનભાષિત ધર્મ છે. સદોષ વસ્તુના દાનથી અને પશુહિંસાથી અધર્મજ થાય છે, તેને ધર્મ માનવામાં આવેલ છે, પરંતુ તે બનાવિટી વસ્ત્રની જેમ આદરવા યોગ્ય નથી.” !! * એ પ્રમાણે સાંભળતાં શ્રીમાન ધનપાલ કવિ કહેવા લાગ્યો કે–“હે ભગવન સદગતિને માટે એ જૈન ધર્મનો મેં સ્વીકાર કર્યો.” પછી શ્રીમહાવીર ચેત્યમાં જઈને તેણે ભગવંતને વંદન કર્યું તથા નમસ્કાર કરતાં તેણે સ્તુતિ કરી કે - હે નાથ ! “તમારું બળ જગતને સંહાર કે રક્ષણ કરવામાં સમર્થ છે, છતાં અપરાધી સંગમ દેવપર તમે ક્ષમા કેમ કરી ?" એમ ચિતવીને જ જાણે રોષ પાપે હોય તેમ વિમુખ મન કરીને તમારે રોષ ચાલ્યો ગયો. કેટલાક નગરને સ્વામી રાજા કે જે શરીરના ભેગે પણ સાધી ન શકાય અને પરિમિત દ્રવ્ય આપ- . નાર હોય છે, તેવા સ્વામીની અત્યાર સુધી મેં મોહથી સેવા બજાવી. હવે મેક્ષપદને આપનાર અને ત્રિભુવનના સ્વામી એવા હે ભગવન ! ભક્તિપૂર્વક આપની આરાધના કરવી છે. પૂર્વે વૃથા કાળવ્યય થયો, તેથી મારું મન દુભાય છે. . એકદા પૂર્ણિમાના સંધ્યા સમયે ધનપાલ કવીશ્વરે દેશમાં જૈનમુનિઓ સુખે વિહાર કરી શકે, તેવા હેતુથી રાજાને જણાવ્યું કે-“હે રાજન ! તમારા યશરૂપ ચાંદનીથી આકાશ સુધી ધવલતા (વેતતા) છવાઈ રહી છે, તો તિમિર–અજ્ઞાનને દૂર કરનાર અને પ્રગટ અર્થ (પદાર્થ) ને પ્રકાશિત કરનાર એવા વેતાંબર મુનિએ શા માટે દૂર રહે?” ત્યારે રાજાએ કહ્યું કે –“હે સુજ્ઞ! હું તારો અભિપ્રાય સમજી શક્યો છું. ભલે વેતાંબર સાધુઓ ભલે આ દેશમાં વિચરે. દર્શનપર કે દ્વેષ કરે?” એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust