________________ (17) શ્રી મહેંદ્રશ્ર–ગવંધ. મામ્ મહેંદ્રસૂરિને અમે નમસ્કાર કરીએ છીએ કે જે અગણ્ય પુણ્ય પણ રૂ૫ વસ્તુને સ્થિર કરવામાં કેલરૂપ છે. છે. શ્રી ધનપાલ કવિના ગુણગાન કરવામાં કેણુ આળસ કરે ? કે 1. જેના અચળ વિશ્વાસપર સરસ્વતી, પથ્ય (હિતકર) વચન પ્રેરતી હતી. આંતર શત્રુઓના કાલરૂપ તે શ્રી ધનપાલ કોને શ્વાઘનીય ન હોય ? કે મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવામાં જેની બુદ્ધિજ સિદ્ધાજ્ઞારૂપ હતી. ગુરૂના ચરણનો દાસ બની હું તે આચાર્યનું ચરિત્ર કહીશ, અને તેથી પોતાના આત્માને નિર્મળ બનાવીશ તથા જન્મનું ફળ ગ્રહણ કરીશ. અવંતિ નામે દેશ કે જ્યાં નવ (નૂતન) ભેગીજને નિવાસ કરે છે. ત્યાં પુરૂષાથોના આધારરૂપ ધારા નામે નગરી છે કે જ્યાં દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન ઘણુ દાતારે હોવાથી અમરાવતી જેની આગળ અસાર જેવી લાગે છે. ત્યાં અદ્દભુત વૈભવશાળી શ્રીલેજ નામે રાજા હતો કે જેના મુખ-કમળમાં ભારતી અને લક્ષ્મી કલેશ વિના નિવાસ કરતી હતી. આકાશમાં વ્યાપી રહેલ જેરાજાના યશરૂ૫ ગંગાના તીરે વિધાતા પૂજાવિધિને માટે ચંદ્રમાને નાળીયેરરૂપે બનાવ્યું. - હવે મધ્યદેશમાં આવેલ સંકાશ્ય ગામમાં રહેનાર તથા બૃહસ્પતિ સમાન એ દેવર્ષિ નામે બ્રાહ્મણ હતો. અસાધારણ પરાક્રમી સદેવ નામે તેને પુત્ર હતો કે જેના બ્રાહમણ સંબંધી વિશિષ્ટ આચાર વિચારથી શિwજને સંતુષ્ટ થયા હતા. તેના ધનપાલ અને શોભના નામે બે પુત્રો હતા કે જે મોટા વિદ્વાનને પણ ભારે માનનીય હતા. એકદા ત્યાં શ્રી ચાંદ્રગચ્છરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન તથા શ્રુતસાગરના પારંગામી એવા શ્રી મહેંદ્રસૂરિ પધાર્યા. વ્યાખ્યાનથી લાકેના સંશયને છેદતા તે પ્રસિદ્ધ આચાર્ય સર્વદેવ બ્રાહ્મણના સાંભળવામાં આવ્યા. એટલે તે વિપ્ર તેમના ઉપાશ્રયમાં ગયો, ત્યાં ગુરૂએ તેનું સન્માન કર્યું પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust