________________ શ્રી સિદ્ધસિરિ–ચરિત્ર. ( 17 ) જનના હાથે શાસનની પ્રભાવના કરાવતા સિદ્ધર્ષિ આચાર્ય પરમ વચન સિદ્ધિને પામ્યા. શ્રીમાન સુપ્રભદેવના નિર્મળ કુળને વિષે મુગટ સમાન, શ્રી માઘ વી. શ્વરના બંધુ તથા પ્રેક્ષા પૂર્વક પરીક્ષા કરવામાં પ્રવીણ એવા શ્રીસિદ્ધષિ મુનીશ્વરનું ચરિત્ર ચિંતવીને હે ભવ્ય જનો ! કલિકાળના પ્રભાવથી કઈ રીતે લાગેલ મિથ્યા દર્શનના કદાગ્રહનો ઉભય લેકને સાધવા માટે ત્યાગ કરે. શ્રી ચંદ્રપ્રભ સૂરિના પટ્ટ રૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્ર મુનીશ્વરે મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્રાચાર્યો સંશાધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્ર રૂ૫ રોહણાચલને વિષે શ્રી સિદ્ધર્ષિ સૂરિના વૃત્તાંત રૂપ આ ચિદમું શિખર થયું. ' ઇતિ શ્રી સિદ્ધર્વિસૂરિ–ચરિત્ર. શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત– શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કેનફરન્સની એજ્યુકેશન બોર્ડ ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે(મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર સહિત) આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસો ને ચુંમાલીશ ગ્રંથોના કર્તા તરીકે પ્રખ્યાત છે, ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનારો આ ગ્રંથ રચવામાં આવ્યો છે, જે વાંચવાથી વાચક, જૈનધર્મના આચાર, વર્તન, નીતિ, વિવેક અને વિનયના શુદ્ધ સ્વરુપ સાથે તોના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આઘંત વાંચે તો સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણી પોતાની મનોવૃતિને ધર્મરૂપ ક૫વૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. આ ગ્રંથની આ બીજી આવૃતિ છે, તેમાં મૂળ સૂત્ર શાસ્ત્રી ટાઈપમાં અને ભાષાંતર ગુજરાતી ટાઈપમાં છપાવેલ છે. ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સુશોભિત પાકા કાપડન બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. તેની સાઈઝમાં શુમારે ચારસંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂ. 2-0-* કિંમત રાખેલી છે. પિસ્ટેજ જુદું. ' લખ–શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust