________________ શ્રી વીરસુરિ ચરિત્ર. ( 203). ત્યારે મેં કહ્યું–‘હું યાચકને યથેષ્ઠ રાજ્ય, અન્ન કે સુવર્ણ તેમજ ધનના ઘડા, મુડા કે લાખો ટકા આપવાને સમર્થ છું.’ એટલે તે બ્રાહ્મણ બોલ્યો-તે મને કંઈક આપ.” આથી મેં તેને કહ્યું–માગી લે.” તે બે –તો હવે સાંભળો–“હે મહાબલ ! આ ક્ષેત્રમાં સ્થિર થઈને તું સ્થિતિ કર ! એમ સાંભળતાં હું જેટલામાં જ્ઞાનથી જોઉં છું, તે તે શંકર, બલિરાજાને વામનની જેમ વૃદ્ધ બ્રાહ્મણના વેષે ભયને લીધે મને એમનાથને છેતરવા આવ્યા. પછી મેં તેને કહ્યું કે –“મને કંઈ પણ દંડ આપ, કે જેથી મારી સત્ય પ્રતિજ્ઞા થાય, નહિ તો અહીં રહેતાં પણ હું તને વ્યથાકારી થઈ પડીશ. ત્યારે તે બોલ્યો-“કાંઈ તારી પાસે ગર્વ કરતો નથી, માટે મારું વચન સાંભળ–મારી યાત્રા તે પૂર્ણ કરી શકે કે જે તને આજ જુએ નહિ, નહિ તે તે અર્ધ ફલવતી થાય.” એમ કહીને તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. અદ્યાપિ તે તેજ પ્રમાણે વર્તે છે. મારા વચનનું કેણું ઉલ્લંઘન કરે ? ત્યારથી આ ગામ સ્થિર એવા નામથી પ્રખ્યાત થયું. કારણ કે મારા અને શંભુના વચનની સ્થિરતા કાંઈ દુર્લભ નથી. એ પ્રમાણે મારી શક્તિ મનુષ્યો કે દેવેએ પણ સ્મલિત કરી નથી, પરંતુ તમે વેતાંબર તે મારા કરતાં પણ શક્તિમાન છે. હું દૂર રહીને જોયા કરું છું, પણ તમારો પરાભવ કરવાને સમર્થ નથી. અગ્નિની જેમ આ રેખાકુંડ જાજ્વલયમાન લાગે છે, તેથી પુરૂષ શકિત થઈ જાય છે. તમારી આ તપશક્તિથી સંતુષ્ટ થયું છું, માટે સત્વર મનવાંછિત માગી લો. કલ્પવૃક્ષની જેમ હું કાલસેપ વિના તે પૂર્ણ કરીશ.” એ પ્રમાણે સાંભળતાં પંચપરમેષ્ઠીનું ધ્યાન પારીને વીર મુનિ કહેવા લાગ્યા કે –“સર્વ સંગના ત્યાગી અમે કંઈ પણ ઈચ્છતા નથી.” એટલે વ્યંતરે કહ્યું–‘તથાપિ મારી ભક્તિની ખાતર કંઈક લ્યો.' ત્યારે મુનિ બોલ્યા–“તારું પણ આયુષ્ય નશ્વર છે, હિંસા કરીશ નહિ. કારણ કે જીવહિંસા એ દુર્ગતિનું મૂળ કારણ છે. વળી તે જે ગર્વયુક્ત તારો પૂર્વને વૃત્તાંત સંભળાવ્યો, તેથી મને હર્ષ નથી તેમ મહાદાનમાં જે તે તારી શક્તિ બતાવી, તેથી પણ મને કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ પ્રાણીઓને અભયદાન આપવું, તે સર્વ કરતાં ઉત્તમ છે.” એટલે તે હર્ષથી કહેવા લાગ્યો--આપનું વચન સત્ય છે, તેમ હું પણ એ સમજું છું, તથાપિ મારે પરિવાર સ્વેચ્છાચારી છે, તેમને આવું જ પ્રિય લાગે છે. અમૃતની વૃષ્ટિ સમાન તમારા વચનથી મને ભારે સંતોષ થયે છે. માટે પ્રાસાદની ભૂમિકામાં હું જીવરક્ષા કરાવીશ.” એટલે શ્રી વિરમુનિએ જણાવ્યું કે–આ વચન રાજાના જાણવામાં આવવું જોઈએ, કે જેથી આપણે બંનેને વૃત્તાંત પુણ્યનિમિત્તે યાવચંદ્ર પ્રવર્તમાન રહે " : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust