________________ શ્રી શાંતિસરિ-ચરિત્ર. ( 20 ) વિહાર કરતાં ઉન્નતાયુ ગામમાં પધાર્યા, એટલે નિર્મળ જ્ઞાનથી ભવિષ્યનું હિત જાણતા આચાર્ય ત્યાં ચૈત્યમાં શ્રી આદિનાથને પ્રણામ કરીને તે શેઠના ઘરે ગયા; અને ધનદેવ પાસે તેમણે ભીમની માગણી કરી એટલે શેઠ બોલ્યા કે—જે. મારો પુત્ર આપના કાર્યમાં ઉપયોગી અર્થાત્ કાર્યસાધક થાય, તે હું કૃતકૃત્ય છું.” એમ કહીને તેણે આ લેક અને પરલોકના કલ્યાણ માટે પોતાને પુત્ર આચાર્યને અર્પણ કર્યો. પછી શ્રેણીની અનુમતિથી ગુરૂ મહારાજે મિથ્યાષ્ટિઓને ભીમ (ભયંકર) તથા ઉત્કટ પ્રતિભાબળથી વિરાજિત એવા ભીમને શુભ દિવસે દીક્ષા આપી અને તે શિષ્યનું શાંતિ એવું નામ રાખ્યું. પછી જાણે પ્રથમથી સંકેત કરેલ હોય તેમ સમસ્ત કળાઓના તે જ્ઞાતા થયા તથા અનુક્રમે સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી થયા. એટલે શ્રી શાંતિ મુનિને શાસ્ત્રજ્ઞાતા સમજીને ગુરૂ મહારાજે તેમને આચાર્યપદે સ્થાપ્યા તથા ગચ્છનો ભાર સૈપી ભવદવ ટાળવા પોતે અનશન આદરીને સ્વર્ગે ગયા. હવે શ્રી શાંતિસૂરિ અણહિલપુરમાં શ્રીમાન ભીમરાજાની રાજસભામાં કવીંદ્ર અને વાદિચક્રી તરીકે પ્રખ્યાત થયા. એવામાં એકદા અવંતિદેશનો રહેવાસી, સિદ્ધસારસ્વત તરીકે પ્રસિદ્ધિ પામેલ અને જાણે બીજો પ્રચેતસ હોય એવા ધનપાલ નામે કવિ હતા. તેને બે દિવસ ઉપરાંતના દહિંમાં જંતુ બતાવી જે ગુરૂ મહારાજે પ્રતિબંધ પમાડે, તે શ્રી મહેન્દ્ર ગુરૂની વાણીથી દઢ સંબંધમાં આવતાં તેણે તિલકમંજરી નામની કથા બનાવીને પૂજ્ય ગુરૂને વિનંતી કરી કે “આ કથાનું સંશોધન કેણ કરશે ?" ત્યારે આચાર્ય મહારાજે વિચારીને આદેશ કર્યો કે તારી કથાનું શ્રી શાંતિસૂરિ સંશોધન કરશે.” એમ સાંભળતાં તે ધનપાલ કવિ પાટણમાં આવ્યો. હવે તે અવસરે સૂરિતત્વના સમરણમાં તત્પર એવા આચાર્ય દેવતાના સમયે મઠ–ઉપાશ્રયમાં ધ્યાનલીન હતા. એટલે તેમની રાહ જોઈ બેસી રહેલ ધનપાલ કવીશ્વર, નૂતન અભ્યાસી શિષ્ય આગળ એક અદ્ભુત શ્લોક બોલ્યા. તે આ પ્રમાણે -.. બરવનરાગમને વારો દૃષ્ટઃ વળાંતિપત્રઘર .. खचरवरं खचरश्चरति खचरमुखि ! खचरं पश्य " // 1 // એ કલેક બેલતાં કવિએ જણાવ્યું કે - હે મુનિ ! જે આને અર્થ જાણતા હો, તે કહી બતાવે.” એટલે કવિનું વચન સાંભળતાં તે પંડિત શિષ્ય વિના કષ્ટ તે લોકની વ્યાખ્યા કરી બતાવી. જે સાંભળી હર્ષ પામતાં ધનપાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust