________________ શ્રી શાંતિરિ ચરિત્ર (11). લીધા. એટલે રાજાએ ચોરાશી લક્ષ દ્રવ્ય આપીને તરત સિદ્ધસારસ્વત કવિને બેલાવ્યું. તેની પાછળ બીજા ઘણું વાદીઓ આવ્યા. એટલે પાંચસેં વાદીઓના જયમાં પાંચ કેટિ દ્રવ્યના વ્યયથી રાજા ભય પામ્યો. ત્યાં ધનપાલ કહેવા લાગ્યા કે-“આ જનષિનું નામ શું ?" ત્યારે રાજાએ જણાવ્યું કે –“આ આચાર્યનું શાંતિ એવું શુદ્ધ નામ છે, અને શાંતિનામથી એ વાદઓના વેતાલ તરીકે પ્રસિદ્ધ છે. માટે વાદનો નિષેધ કરી, અહીં એમને સત્કાર કરીને મોકલીએ, વળી કથા શોધક તરીકે પણ અહીં હું એમને નિયુક્ત કરતો નથી. નહિ તો મારી સભા જીતીને કણ સ્વસ્થતાથી જાય છે? ગુજરાતના પાંચ દશ લાખ તો તરત થઈ જાય તેમ છે. એમ બાર લાખ તે થયા છે. વળી સાઠ હજાર મેં આપ્યા છે. માટે હવે બુદ્ધિના નિધાન એવા ધનપાલની કથા શોધાવવી છે.” એમ ધારીને તેણે શ્રી શાંતિસૂરિને ત્યાં સ્થાપન કર્યો. વળી બાર લાખથી રાજાએ ત્યાં ચ કરાવ્યાં અને બાકીના રહેલ સાઠ હજાર કે જે રાજાએ આપ્યા હતા, તે આચાર્યો ધારા૫દ્રપુરમાં મોકલી આપ્યા. ત્યાં શ્રી આદિનાથના ચૈત્યમાં મૂળનાયક પ્રભુની ડાબી બાજુએ તેમણે એક દેવકુલિકા (દેરી) કરાવી તથા એક મોટો રથ કરાવ્યું. પછી તેમણે ધનપાલની કથા બરાબર શોધી આપી. એટલે રાજાએ આચાર્યને વાદિવેતાલનું બિરૂદ આપ્યું. એવામાં ગુર્જરેશના આગ્રહથી તેઓ કવીશ્વરસહિત પાછા ફરીને લક્ષમીના સ્થાનરૂપ પાટણમાં પધાર્યા. ત્યાં આગળ જિનદેવ શેઠના પ નામના પુત્રને પૂર્વે સર્પ કંચ્યા હતા, એટલે સર્વપક્ષના માંત્રિકોએ અનેક મંત્ર અને એષધોપચાર કર્યો, છતાં તે સ્વસ્થ ન થયો, તેથી સ્વજનોએ સાથે મળી તેને એક ખાડામાં નાખે. કારણ કે સર્વે સેલને ફરી જીવાડવાના આશયથી તેની એવી વ્યવસ્થા કરવામાં આવતી એમ શિષ્યના જાણવામાં આવતાં તેને જીવાડવા માટે તેમણે ગુરૂને વિનંતિ કરી. તેથી આચાર્ય જિનદેવના ઘરે ગયા અને તેમણે તેને સ્વસ્થ કરવા માટે જણાવ્યું. પછી જિનદેવને તેમણે કહ્યું કે –“તે સર્વે સેલ, અમને પૃથ્વીમાંથી બહાર લાવીને બતાવો.” એમ સાંભળતાં જિનદેવ તે ગુરૂ સાથે સમશાનમાં ગયો. ત્યાં ભૂમિ ખાદીને તેને બહાર કહાડ. એટલે આચાર્યો અમૃત તત્વનું સ્મરણ કરતાં હાથવતી તેના દેહનો સ્પર્શ કર્યો. જેથી તે પદ્મ તરત ઉદ્યો અને પદ્મસમાન પોતાના મુખને વિકસિત કરતાં પધે ગુરૂના ચરણે નમસ્કાર કર્યા અને જણાવ્યું કે હે તાત ! હું, સ્વજને તથા ગુરૂ મહારાજ અહીં શામાટે આવ્યા છે?” એટલે જિનદેવે બધે વૃત્તાંત કહી સંભળાવ્યું, જેથી તે હર્ષ પામ્યું. પછી મહત્સવપૂર્વક ગુરૂની સાથે તે પોતાના સ્થાને આવ્યું. ત્યાં જિનદેવે ગુરૂ મહારાજને ભક્તિપૂર્વક વિદાય કરતાં તે પિતાના ઉપાશ્રયમાં આવ્યા. કારણ કે ઉપકારી ગુરૂના પગલાં પિતાના ઘરે થાય, એ તો અહોભાગ્યની વાત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust