________________ ? 206). શ્રી પ્રભાવક ચરિત્ર કારીને જણાવ્યું કે હું વાસક્ષેપ મંત્રી આપું, તે રાણપર નાખે, જેથી તેમને પુત્રો ઉન્ન થશે.” પછી મંત્રીએ ગુરૂના વચન પ્રમાણે કર્યું અને તેથી રાજાને વલ્લભરાજ વિગેરે પુત્રો થયા. . . હવે એકદા ગુરૂ અષ્ટાદશશતી દેશમાં વિચરતાં, સુજ્ઞ જનોથી અલંકૃત એવા ઉંબરિણિ ગામમાં આવ્યા ત્યાં એક વિશુદ્ધ ઉપાશ્રયમાં તેમણે નિવાસ કર્યો. પછી સંધ્યા સમયે કાયોત્સર્ગ કરવાને તે પ્રમાદપૂર્વક પ્રેતવન (સ્મશાન) માં ગયા. એવામાં પરમાર વંશમાં હીરા સમાન( રૂભદ્ર) નામના રાજકુમારે તેમને જોતાં અતિભકિતથી નમસ્કાર કર્યા અને અંજલિજોડીને જણાવ્યું કે-“હે પ્રભે ! શ્વાપદથી વ્યાપ્ત આ સ્મશાનમાં તમે ન રહે. ગામમાં કોઈ પ્રાણુક સ્થાનમાં આવીને સુખે રહે. . . . ત્યારે ગુરૂ બોલ્યા કે-મુનિઓ સદા બાહ્ય ભૂમિકામાં જ કાર્યોત્સર્ગ કરે છે.” એમ સાંભળતાં ધીરજ લાવીને તે રાજપુત્ર પિતાના સ્થાને ચાલ્યો ગયે. એવામાં તેને જાબુનું ભેટવું આવ્યું. એટલે તેને સ્વાદ લેવાની ઈચ્છાથી તેણે જાંબુફળ તોડ્યાં. તેમાં કૃમિ-જંતુ જઈ શંકાથી શિર ધણાવતાં તે કહેવા લાગે કે--ફળોમાં પણ જ્યારે સુકમ કૃમિ હોય છે, તે વિવેકી પુરૂષે રાત્રે જોયા વિના ખાવું, તે કેમ ચોગ્ય ગણાય?’ ને પછી તેણે બ્રાહ્મણને લાવીને પ્રાયશ્ચિત્ત પૂછયું. એટલે તેમણે બતાવ્યું કે- એ પાપની વિશુદ્ધિ માટે સુવર્ણના કૃમિનું બ્રાહ્મણને દાન કરવું.” એમ સાંભળતાં રાજકુમારે વિચાર કર્યો કે--“આથી તે કલ્પપૂર્વક મારે બીજા કૃમિને પણુ વધ કરવાનો વખત આવે, માટે એ ધર્મ મારા હૃદયમાં સ્થાપન થાય તેમ નથી. હવે કઈ સમધારી મુનિને એ વિચાર પુછું.”. એવામાં પ્રભાતે જૈનમુનિ ગામમાં આવ્યા ત્યારે રાજપુત્રે ત્યાં આવી પ્રણામ પૂર્વક ગુરૂને પિતાને સંદેહ પૂછ્યું. એટલે ગુરૂ વિસ્તારથી ખુલાસે કરતા બોલ્યા કે–“હે ભદ્ર! સ્થાવર અને ત્રસ જી સર્વત્ર રહેલા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કહેવાય છે અને બેઇદ્રિય, તેઇદ્રિય અને ઐરિદ્રિય જીવો ત્રસ સમજવા, તેમજ પંચેંદ્રિય દેવતા, મનુષ્ય તિર્યંચ અને નારક એ પણ ત્રસ ગણાય છે. તેમાં હાથી, મત્સ્ય, મયુરાદિક તે સ્થળચર, જળચર અને ખેચર કહેવાય છે. વળી વનસ્પતિ એ જેના આધારરૂપ છે એટલે તેમાં ઘણું જીવે રહેલા છે. તેના મૂળ ફળાદિકમાં ઘણું જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે હે વિવેકી ! જીની દયા એજ ધર્મ છે, તે તું વિચારી જે.” : એ પ્રમાણે ગુરૂની વાણી સાંભળતાં રાજકુમાર પ્રતિબોધ પામ્યો અને સર્વ પરિગ્રહને ત્યાગ કરી અક્ષીણુ કલ્યાણ સાધવાને તેણે દીક્ષા અંગીકાર કરી. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust