________________ (100) શ્રી પ્રભાવક ચરિત્ર. તે સહન કરતો અને તીવ્ર તપ તપતાં તે એક તીર્થ સમાન પવિત્રતાનું ધામ થઈ પડયે. વળી કુશળમતિ તે પોતાની ક્રિયામાં સાવધાન રહી ગુરૂની સદા ઉઠા રાખતાં એક ચિત્ત વીરપ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. એવામાં એક વખતે સંધ્યા સમયે બાહ્ય ભૂમિએ કાયોત્સર્ગ કરવા જતાં તેણે ફરથી આવતા જાણે સાક્ષાત્ જંગમ કલ્યાણ હોય અથવા દેહધારી જાણે ચારિત્ર હાય એવા સે વર્ષના વૃદ્ધ વિમલગણિ ને મથુરા નગરીથી આવતા જોયા. એટલે સર્વ આભગમ સાચવી પૃથ્વીપીઠ સુધી મસ્તક નમાવીને તેણે ગુરૂને વંદન કર્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષથી અભિનંદન આપતાં ગુરૂએ તેને પૂછ્યું કે –“હે ધર્મશીલ! અકાળે અત્યારે નગર બહાર કયાં જાય છે? " એટલે વીરે નમ્રતાથી જવાબ આપ્યો કે–અહીં બાહાભૂમિમાં કાર્યોત્સર્ગ કરવા જાઉં છું.” ત્યારે ગણિ મહારાજ બોલ્યા--“અમે તારા અતિથિ છીએ. તને અંગવિદ્યાને ઉપદેશ આપીને પ્રાંત સમય સાધવા અમે શત્રુંજય તીર્થ પર જવાના છીએ.” એમ સાંભળતાં વીર કહેવા લાગ્યો કે –“હે ભગવાન ! આજે મારે દિવસ સફળ થયો કે અસાધારણ પ્રસાદ લાવીને આપ જેવા મહાત્મા મારા જેવા પામર પર આવી ઉત્કંઠા ધરાવે છે. માટે આપ પૂજ્યની ઉપાસનાથી આજની રાત્રિ હું સફળ કરૂં. કારણ કે ચિંતામણિ હાથમાં આવતાં કયો મૂર્ખ તેની અવગણના કરે?” એમ કહેતાં તેણે સદગુરૂને પિતાને ઉપાશ્રય બતાવ્યો અને પિતે અંગ દાબવા વિગેરે તેમની શુશ્રુષા કરવા લાગ્યો. પછી ગુરૂ મહારાજે તેને કહ્યું કે“ તું નિષ્કપટ ભાવથી અંગવિદ્યા શીખ કે જેથી શ્રુતજ્ઞાનના બળે શાસનમાં તું પ્રભાવક થાય.” ત્યારે વીર બોલ્યો-“હે ભગવન ! ગૃહસ્થોને સિદ્ધાંતની વાચના કેમ અપાય? વળી અભ્યાસ કરતાં પણ મને આવડતું નથી, તો હું શું કરું?’ " એટલે ગુરૂ બોલ્યા હું તે હવે પરભવનો પથિક થવાનો છું, પણ અંગની મહાવિદ્યા તને પોતાની મેળે આવડી જશે, તેને અર્થ હું તને સત્વર જણાવીશ અને તેનું પુસ્તક, થારાપદ્ર નગરમાં શ્રી ઋષભદેવના ચૈત્યમાં આવેલ શકનાશ સ્થાનમાં છે, તે લઈને તું યાચજે.” એમ કહી ગુરૂ મહારાજે વીરને આદર પૂવક દીક્ષા આપી અને ત્યાં ત્રણ દિવસ રહેતાં તે ગ્રંથને અર્થ બતાવ્યો. પચી શ્રી વિમલગણિ વિમલાચલ તીર્થ પર ગયા અને ત્યાં શ્રી ઋષભસ્વામીને વંદન કરી, તેમનું એક મને પ્રાન લગાવી, પાપ રૂપ માતંગને મારવામાં કેસરી સમાન એવા તે ગુરૂ દેહનો ત્યાગ કરીને સ્વર્ગે ગયા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust