________________ I | TIT T ITT | ' ન શકાય, શ્રી વીરસરિ–ચરિત્ર. ( 10 ) નહિ? તે જાણે સાત સમુદ્રોના અમૂલ્ય રત્નથી વિભૂષિત સાક્ષાત લક્ષમીઓ હોય તેવી સાત વ્યવહારીઓની કન્યાઓ પર હતો. એકદા પિતાને પિતા મરણ પામતાં વૈરાગ્યને લીધે વીર પર્વને દિવસે હંમેશાં સત્યપુરમાં શ્રીવીર પ્રભુને વંદન કરવા જવા લાગ્યો. એક વખતે જતાં તેને, લતાને શુષ્ક પત્ર (પાંદડાં) ની જેમ દુષ્ટ ચેરોએ ઘેરી લીધે. એવામાં તેને સાળે ત્યાંથી તરત ભાગી છુટીને શેઠના ઘરે આવ્યા. ત્યાં લેકના મુખથી તે હકીકત સાંભળવામાં આવતાં વીરની માતા અધીરાઈથી ઘરના દ્વાર આગળ આવીને ઉભી રહી. તેણે પોતાની વધુના ભાઈને પૂછયું કે–વીર કયાં છે?” એટલે તેણે મશ્કરીમાં જવાબ આપે કે - “સવહીન એ મિથ્યાવીરને રોએ મારી નાખ્યો એમ સાંભળતાં તેની માતા તેજ સ્થાને પ્રાણરહિત થઈ ગઈ. અહો ! પુત્ર પ્રત્યે માતાનું અસાધારણ વાત્સલ્ય વચનાતીત હોય છે. પિતા, ભ્રાતા, કલાચાર્ય કે મિત્ર અથવા અન્ય કોઈ ઉપકારીના ત્રણથી કદાચ છૂટી શકાય, પણ માતાના ઋણથી તે કઈરીતે છુટી જ ન શકાય. એવામાં તીડથી ખેડુત જેમ પોતાના ક્ષેત્રને અક્ષત રાખે તેમ પ્રભુના પ્રતાપે વીર ચેરો થકી છુટીને પોતાના અક્ષત શરીરે ઘરે આવી પહોંચ્યો. ત્યાં પિતાની માતાને પ્રાણરહિત લેતાં પિતાનું સંકટ ભૂલી જઈને તેણે પૂછયું કે–“આ શું થયું ?" ત્યારે યથાસ્થિત હકીકત તેના સાંભળવામાં આવી. એટલે વીરે પશ્ચાત્તાપ કરતા પોતાના સાળાને કહ્યું કે–અમારા ભાગ્યને દૂષિત કરનાર આવી પ્રાણાંત મશ્કરી તે કેમ કરી?’ તે બે -“શું માતાની જેમ મશ્કરીથી કોઈ મરણ પામે? આ તે બીવ ફળના કાંટાની જેમ મને પણ જન્મ પર્યત ન જાય તેવું શલ્ય રહી ગયું. ત્યારે વીર વૈરાગ્યથી કહેવા લાગ્યા–“અહે! સ્નેહના સંબંધમાં માતા અને મારી વચ્ચે કેટલું બધું મોટું અંતર છે? તે તે જુઓ. હાસ્ય માત્રથી મારૂં મરણ સાંભળતાં તે ખરેખર મરણ પામી અને તેનું મરણ સાક્ષાત્ જેવા છતાં અમે કંઈ પણ તજી શકતા નથી ! એમ કહી એક એક કોટિ ધન પોતાની સ્ત્રીઓને આપતાં બાકીનું ધન તેણે શ્રી સંઘની ભક્તિ અને જિન ચૈત્યમાં વાપર્યું. પછી પોતે ગૃહસ્થ વેષેજ પરિગ્રહને ત્યાગ કરી, સત્યપુરમાં જઈને ભક્તિપૂર્વક તે શ્રી વીરપ્રભુની આરાધના કરવા લાગ્યા. ત્યાં તેણે આઠ ઉપવાસ કરીને પારણું કર્યું તેમજ બધી વીગઈને ત્યાગ કરીને તે રહેવા લાગ્યા. અહો ! તેનું મહાન તપ કેવું? વળી ચતુર્વિધ પિષધ કરીને તે પ્રાસુક આહાર લેતો તથા રાત્રે નગરની બહાર સ્મશાન વિગેરેમાં જઈને તે કાર્યોત્સર્ગ કરતે હતો. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust