________________ શ્રી સિહહિંસરિ-ચરિત્ર, (189) હતો. અગણિત ધનને સૂચવનાર કટિધ્વજની જાળમાં સ્થિત રહેલ લક્ષમી, જાણે જળમાં જન્મ પામવાથી કંટાળે પામી હોય તેમ તેમના ઘરથકી બહાર જતી ન હતી. તે દર ને શ્રી માઘ નામે પુત્ર હતો, કે જે ભેજ રાજાને બાળમિત્ર, મહાપંડિત, સરસ્વતીનું પ્રાસાદપાત્ર અને શીલવડે ચંદન સમાન હતા. વળી આજકાલના લોકોને શ્રેષ્ઠ સારસ્વત-મંત્ર સમાન શિશુપાલવધ કાવ્ય એજ જેની શાશ્વત પ્રશસ્તિ છે. નિર્દોષ બુદ્ધિવાળો તે શ્રીમાઘ કોને લાધ અને પ્રશંસનીય ન હતો ! કે જેના કાવ્યરૂપ ગંગારંગેના બિંદુઓ ચિત્તની જડતાને હરનારા છે. * તેમજ શ્રી શુભંકર શ્રેષ્ઠી સમસ્ત લોકોને પ્રિયંકર હતું કે જેના દાનની અદ્દભુત પ્રશંસાથી ઈદ્ર પણ આનંદ પામ્યા હતા. કૃષ્ણને લક્ષ્મીની જેમ તેની લક્ષ્મી નામે પત્નિ હતી કે જેણે વિશ્વવિખ્યાત સીતાદિક સતીઓને સત્ય કરી બતાવી હતી. પુત્રોમાં મુગટ સમાન અથી જનેને ઈચ્છીત દાન આપવાથી કપવૃક્ષ સમાન એ સિદ્ધ નામે તેમને પુત્ર હતા. પિતાએ તેને એક ધન્યા નામે કુલીન કન્યા પરણાવી હતી. તેની સાથે તે દેગુંદક દેવની જેમ વિષય સુખમાં કાળ નિગમન કરતા હતા. એકદા સિદ્ધને જુગારનું વ્યસન લાગુ પડયું, જેથી તે સ્ત્રીના સંગથી વિમુખ થતો ગયે. કારણકે વિદ્વાનોને પણ કમ દુર્ભય હોય છે. આથી તેને માતપિતા, ગુરૂ, સ્નેહાળ બંધુઓ તથા મિત્રોએ અટકાવ્યું, તે પણ તે જુગારથી નિવૃત ન થયો. કારણકે વ્યસનથી મુકત થવું મુશ્કેલ છે. એમ પ્રગટ રીતે જુગા૨નું વ્યસન વધી જવાથી તે નિરંતર જુગારીઓને પરાધીન થવા લાગ્યું. અને તેથી સદાચારથી ભ્રષ્ટ થયો. સુધા લાગતાં તે ભજન કરવા આવત પણ યોગીની જેમ તેમાં લીન થવાથી તે શીત તાપની દરકાર કરતું ન હતું, વળી ગુરૂવચનથી તેને ભારે કંટાળો આવવા લાગ્યો. અર્ધરાત્રિ વ્યતીત થયા પછી તે પિતાના ઘરે આવતે અને ત્યાં સુધી તેની સ્ત્રી એકલી જ રાહ જોઈને બેસી રહેતી હતી. એકદા રાત્રિજાગરણને લીધે તેના શરીરે આળસ થતાં ગૃહકાર્યોમાં તે વારં વાર ખલના પામવા લાગી જેથી તે–આવા પ્રકારના જ્ઞાતિસંબંધને વશ થવાથી કર્કશ વચન સાંભળવા પડે છે” એમ મનમાં દુઃખ લાગતાં આંસુ સારવા લાગી એટલે સાસુ તેને ગદ્દગદ્દ ગિરાથી કહેવા લાગી કે હું વિદ્યમાન છતાં તને કેણ પરાભવ પાડી શકે તેમ છે? માટે તું પિતે તારા કુવિકલ્પને લીધે ગૃહકાર્યમાં આળસુ થઈ ગઈ લાગે છે. વળી તારે સસરે પણ રાજભવનમાંથી વ્યગ્ર થઈને જે આવશે અને પૂજાદિકની સામગ્રી તૈયાર નહિ હોય, તો તે મારા પર ગુસ્સે થશે. માટે તું મને સાચેસાચું કહી દે કે જેથી તારૂં દુઃખ ટાળવાને હું સત્વર પ્રતીકાર કરૂં. . ત્યારે તે બોલી કે–સાસુજી ! કંઈ નથી. . . . P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust