________________ ~ ~ ( 190 ) શ્રી પ્રભાવક ચરિત્ર આથી સાસુ પુનઃ વધારે આગ્રહથી પૂછવા લાગી. એટલે તેણે સત્ય વાત નિવેદન કરતાં જણાવ્યું કે હું શું કરું? તમારો પુત્ર અર્ધરાત્રિ વિત્યા પછી આવ છે.” એટલે સાસુ બોલી–એ વાત તે પ્રથમ મને કેમ ન જણાવી ? હવે કર્કશ અને પ્રિય વચનથી હું મારા પુત્રને પોતે સમજાવીશ. હે વત્સ ! તું આજે નિશ્ચિત થઈને સુઈ જજે અને હું જાગરણ કરીશ. એટલે હું બધું સમાધાન કરી દઈશ. હવે તારે એ બાબતમાં કાળજી ન કરવી. એ પ્રમાણે સાસુની ભલામણથી વહુ રાત્રે સુઈ ગઈ અને લક્ષમી પોતે ઘરના દ્વાર પર જાગતી બેઠી. એવામાં રાત્રિના છેલા પહોરે સિદ્ધ આવ્યો અને દ્વાર ઉઘાડો” એમ મટે સાદે જેટલામાં કહેવા લાગ્યો, તેવામાં માતા સ્પષ્ટ શબ્દમાં બોલી કે– આટલી મોડી રાત્રે આવનાર એ કોણ?” - ત્યારે તે બોલ્યો-“એ તે હું સિદ્ધ છું.” . એટલે લક્ષ્મી કૃત્રિમ ક્રોધ બતાવતી બેલી– આમ વિના અવસરે બહાર કરનાર સિદ્ધને હું જાણતી નથી.’ " એમ સાંભળતાં સિદ્ધ બોલ્ય–તે હવે અત્યારે હું કયાં જાઉં?” - ત્યારે લક્ષમીએ વિચાર કર્યો કે–અત્યારે એને કર્કશ વચન સંભળાવીસ, તે બીજી વાર એ શીધ્ર આવશે” એમ ધારીને તે બોલી કે- આટલી મોડી રાતે જ્યાં દ્વાર ઉઘાડું જોવામાં આવે ત્યાં જા શું આખી રાત દ્વાર ઉઘાડીને બેસી રહેવાય?” એટલે “ભલે એમ કરીશ” એ પ્રમાણે બોલતાં ત્યાંથી સિદ્ધ ચાલી નીકળ્યો, અને ખુલ્લા દ્વારની તપાસ કરતાં તે સાધુઓના ઉપાશ્રય આગળ પહોંચ્યા. ત્યાં ધર્મશાળામાં સદાય દ્વાર ઉઘાડુંજ રહેતું, એટલે તે ઉપાશ્રયમાં દાખલ થયા. ત્યાં જતાં તેણે કેટલાક મુનિઓને વિવિધ પ્રવૃત્તિમાં તત્પર થયેલા જોયા. પુણ્યહીન જનેને દુર્લભ એવા કેટલાક મુનિઓ વિવિધ ક્રિયા કરતા હતા, કેટલાક, જાગતા ગુરૂ પાસે ઉત્સાહથી બે રાત્રીનો કાલ નિવેદન કરતા હતા, કેટલાક સ્વાધ્યાયમાં લીન હતા, કેટલાક ઉત્કટિક આસને અને કેટલાક દેહિક આસને તેમજ કેટલાક વર-આસને બેઠા હતા. તેમને જોતાં સિદ્ધ ચિંતવવા લાગ્યા કેસમસુધાના નિઝરણુમાં દેવતાઓની જેમ આ મુનિઓ સારી રીતે સ્નાન કરવાથી શીતલ થઈ ગયા છે અને એ મુમુક્ષુઓ તૃષ્ણાથી ભય પામ્યા લાગે છે. મારા જેવા વ્યસનમાં આસક્ત અને સ્વગુરૂને વિષે પણ ભક્તિ ન ધરાવનાર કે જેના મારથ રૂપ વૃક્ષ વિપરીત ફળ આપનારાજ થાય છે. આ લોકમાં અપયશ અને પરલોકમાં દુર્ગતિ આપનાર એવા આ જન્મને ધિક્કાર છે, છતાં ભાગ્યયોગે આ શુભ અવસર મળ્યો કે આ મહાત્માઓ દષ્ટિગોચર થયા. એમનું IT I TI/ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust