________________ - (14) શ્રી સિદ્ધર્ષિસૂરિ–પ્રબંધ. SA - સાધારણ તેજસ્વી એવા શ્રી સિદ્ધર્ષિ તમને સંપત્તિ આપે કે . જેમના બનાવેલા ગ્રંથ અત્યારે પૃથ્વી પર મુનિએનેમિલ્કતરૂપ થઈ પડ્યા છે. શ્રી સિદ્ધર્ષિપ્રભુની પરિપ વાણું તમારું રક્ષણ ' કરો કે જેની ઉપાસના કરવાથી અનાદિ–અજ્ઞાનના સંસ્કાર ભેદાય છે. ભાવનાથી ભવ્ય એ સુપ્રભુ જેમને પૂર્વજ હતો અને સૌભાગ્યશાળી શ્રીમાઘ કવીશ્વર જેમને બંધુ હતે. અખિલ કલુષતાને વારનાર તથા રાજાઓને ચમત્કાર ઉપજાવનાર એવું તે શ્રી સિદ્વર્ષિપ્રભુનું ચરિત્ર હું કહીશ કે જે અજ્ઞાનને હઠાવનાર છે. . . . ." અખંડ લક્ષ્મીના ધામરૂપ એવો ગુર્જર નામે દેશ છે કે જ્યાં વરિષ્ઠ વેષને લીધે વૃદ્ધજનેની જરા વર્તાતી નથી અને સજજ થઈ આવેલા અન્ય ક્ષત્રિયોને જે દુજોય છે. ત્યાં મહીમહિલાના મુખ્ય સમાન શ્રીમાલ નામે નગર છે કે જ્યાં ત્યાના શિખરેપર રહેલ કળશે મુગટની શોભાને ધારણ કરે છે. વળી જ્યાં પ્રાસાદો મરવારણ? ચોતરફ ફરતી દીવાલ) થી વિરાજિત દેખાતા હતા અને રાજમાર્ગો મનવારણ (મદેન્મત્ત હસ્તીઓ) થી શોભતા હતા. તથા જ્યાં જિનાલયે નૂતન ધુપથી વ્યાપ્ત હતા અને નિસંગ મહર્ષિઓ જ્યાં સ્વજનના સંગ–પરિચયથી વિમુખ હતા. ત્યાં શ્રી વર્મતાલ નામે રાજા હતો કે જેણે પિતાના હસ્તી અને અશ્વસૈન્યથી શત્રુઓને દૂર હાંકી કહાડ્યા હતા તથા વિરોધીઓના મર્મ ભેદવામાં જે સમર્થ હતો. તે રાજાને સુપ્રભદેવ નામે મંત્રી કે જે જગતમાં મિત્રરૂપ રાજયનો સર્વ કારભાર ચલાવનાર અને દુર્જનેને દબાવનાર હતો. વળી જે મંત્રીની નીતિ-રીતિ જોઈ દેવાર્ય તથા ઉશનસ બંને તપ કરવાને વિષગ્રુપદનું અવલંબના કરી રહ્યા. તેના સદાચારી દત્ત અને શુભંકર નામે બે પુત્ર કે જે સ્કંધની જેમ સર્વભાર ઉપાડવાને સમર્થ હતા. તેમાં દર સેવકે પ્રત્યે ઉદારતા બતાવનાર, ધર્મમાં પ્રેમ ધરાવનાર, અધર્મથી વિરામ પામનાર :તથા શોભામાં ઈંદ્ર સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust