________________ ( 16 ) શ્રી પ્રભાવક ચરિત્ર મને આવેલ જેઈને તેમણે આ કપટ યાન ધારણ કર્યું. આવું કોણ સમજી ન શકે ? માટે અત્યારે તે બહાર બેસી રહું.”એમ ધારીને વીરદત્ત બહાર બેસી રહ્યો. પછી ગુરૂએ ધ્યાન પારતાં ત્રાજુ એવો તે મુઠ વાળીને કારમાં પેઠે અને અવજ્ઞા પૂર્વક ગુરૂને નમ્યો. ત્યાં દેવીઓએ ઈચિંતાકારથી તેની અગ્યતા જાણી, તેને જમીન પર પાડીને અદષ્ટ બંધનથી બાંધી લીધે. આથી તે ઉંચેથી આક્રંદ કરવા લાગ્યું. જેથી અનુકંપા લાવી ગુરૂ મહારાજે તેનું અજ્ઞાન પ્રકાશીને તેને બંધનથી મુક્ત કરાવ્યા. એટલે દેવી કહેવા લાગી કે “હે મહાપાપી ! ક્રિયાધમ ! શ્રાપ યોગ્ય ! ચારિત્રધારી શ્રીમાનદેવપ્રભુને માટે તું આ વિકલ૫ કરે છે, માટે તું ધૂર્ત શ્રાવક છે. મનુષ્ય અને દેવતાના લક્ષણ જાણવામાં હું અજ્ઞાન શિરોમણિ ! જે, અમારી દષ્ટિ નિમેષરહિત છે, ચરણે પૃથ્વીને અડતા નથી તથા પુષ્પમાળા પ્લાન થતી નથી, તેથી અમે દેવીઓ છીએ, તે તું જાણે શકતો નથી ? પહેલાં જ એક મુષ્ટિઘાતમાં તને યમધામમાં પહોંચાડી દીધો હોત, પણ શ્રદ્ધાળુ શ્રાવકના દંભથી મને પણ તે છેતરી. ગુરૂના આદેશથીજ તું અત્યારે જીવવા પામ્યો છે. પણ તે પાતકી ! તું અહીં શા માટે આવ્યા છે? આ લેકમાં બાંધી મુઠી લક્ષ ( લાખ ). ને પામે છે. એ કહેવત પ્રમાણે તું બદ્ધમુષ્ટિ જેમ આવ્યું, તે ને તે પાછો ચાલ્યા જા.' . . . ત્યારે વીરદત્ત બોલ્યો“હે દેવીઓ ! સાંભળો, મને શ્રીસંઘે શાસનદેવીના ઉપદેશથી તક્ષશિલા નગરી થકી ઉપદ્રવની શાંતિને માટે શ્રીમાનદેવ પ્રભુને અહીં બોલાવવા માટે મેક છે, પણ મારી મૂર્ખતાથી મનેજ અહીં ઉપદ્રવ નડ્યો.” - એવામાં વિજયાદેવી કહેવા લાગી કે -" ત્યાં ઉપદ્રવ કેમ ન હોય કે જ્યાં તારા જેવા શ્રાવકો શાસનના છિદ્ર જોતા હોય. હે પામર ! તું આ ગુરૂના પ્રભાવને જાણતો નથી. એમના સવથી મેઘ વરસે છે અને ધાન્ય નિષ્પન્ન થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિ બનાવીને અમારા મિષથી એમને વંદન કરે છે, તો હું શું એવી મૂર્ખ છું કે તું એક શ્રાવકની સાથે ગુરૂ મહારાજને સંતોષથી મોકલું? ત્યાં તારા જેવા ઉત્તમ ધમી શ્રાવકે ઘણું હશે, તે ત્યાં મેકલતાં એ ગુરૂ પુનઃ અહીં શી રીતે આવી શકે?” પછી ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે –“અમારે શ્રી સંઘને આદેશ તે પ્રમાણુજ છે. માટે અહીં રહેતાં જ તે ઉપદ્રવને શાંત કરવા અમે પ્રયત્ન કરીશું. પરંતુ અહીંના સંઘની અનુજ્ઞા વિના અમારાથી ત્યાં આવી શકાય તેમ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust