________________ શ્રી સિહર્ષિ સરિ–ચરિત્ર. ( 193) પુત્રના આવા અત્યાગ્રહથી શુભંકર શેઠને તે પ્રમાણે કરવું પડયું. એટલે પવિત્ર મુહૂર્ત ગુરૂ મહારાજે તેને દીક્ષા આપી. પછી કેટલાક દિવસ માસપ્રમાણ તપસ્યા કરતાં શુભ લગ્ન પાંચ મહાવ્રતના આરોપણ સમયે ગુરૂ મહારાજે તેને પૂર્વની ગચ્છ પરંપરા સંભળાવતાં જણાવ્યું કે હે વત્સ ! સાંભળ–પૂર્વે શ્રીમાનું વજસ્વામી હતા. તેમના શ્રી વજુસેન શિષ્ય થયા અને એમના નાગે, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ ચાર શિષ્યો થયા. નિવૃતિ ગચ્છમાં બુદ્ધિના નિધાન એવા સુરાચાર્ય હતા, તેમને શિષ્ય હું ગર્ગર્ષિ તારો દીક્ષાગુરૂ છું. તારે નિરંતર અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના છે, કારણ કે ચારિત્રની ઉજ્વલતાનું એજ ફળ છે.” ગુરૂની એ શિક્ષા સ્વીકારતાં સિદ્ધર્ષિ ઉગ્ર તપ આચરવા લાગ્યા અને વર્તન માન સિદ્ધાંતોનો તેમણે અભ્યાસ કરી લીધો. પછી વચનવિલાસમાં સર્વજ્ઞ સમાન તથા પ્રજ્ઞાનાનિધાન એવા સિદ્ધષિ મુનિએ ઉપદેશમાલાના બાલાવબોધિની વૃત્તિ કરી. દાક્ષિણયચંદ્ર નામે આચાર્ય તેમના ગુરૂભાઈ હતા, તેમણે શૃંગારપૂર્ણ કુવલયમાલા કથા રચી. એટલે સિદ્ધર્ષિના બનાવેલ ગ્રંથથી કંઈક હાસ્ય કરતાં તે કહેવા લાગ્યા કે–તેજ સ્થિતિમાં આગમાક્ષરો-સૂત્ર પંક્તિઓ લખી કહાડવાથી શું નવીન ગ્રંથ ગણાય? જગતમાં અત્યારે સમરાદિત્ય ચરિત્ર રૂપ શાસ્ત્ર વખણાય છે કે જેના રસ-તરંગમાં નિમગ્ન થયેલા લેકે ક્ષુધા તૃષાને પણ જાણતા નથી. મારી કથા પણ રસાધિકયથી કઈક સાર રૂપ બની છે, છતાં અહો ! તમ લેખકની જેમ તે ગ્રંથ પુસ્તકની પૂર્તિ રૂપ છે.” ત્યારે સિદ્ધકવિ કહેવા લાગ્યા કે –“તમે મારા મનને દૂભવો છો. વયોવૃદ્ધ થતાં અમારી કવિતા તો એવી થાય. સૂર્યની સાથે ખદ્યોત (ખજુઆ) ની જેમ સમરાદિત્યની કવિતામાં પૂર્વસૂરિની સાથે મારા જેવો મંદમતિ સ્પર્ધા શું કરે ?" એ પ્રમાણે તેમણે સિદ્ધર્ષિના મનને ઉદ્વેગ પમાડતાં તે પંડિત, અન્ય પુરૂષ જેમાં મુશ્કેલીથી બોધ પામી શકે તેવી રચનાવાળી, અને આઠ પ્રસ્તાવયુક્ત, વિદ્વાનોના શિરને કંપાવનાર, સુબેધ કરનારી અને રમ્ય એવી ઉપામાત ભવ પ્રપંચ નામની મહાકથા બનાવી. આથી તે ગ્રંથ વ્યાખ્યાનને એગ્ય થયા, ત્યારથી શ્રી સંઘે તેમને વ્યાખ્યાનકારનું બિરૂદ આપ્યું. ત્યાં તે હાસ્ય કરનાર આચાર્ય તરફ તેમણે જોયું, એટલે તે બેલ્યા કે–આવા પ્રકારની કવિતા બનાવવી, એમ મેં તમારા ગુણને માટે કહ્યું હતું.' ત્યારે સિદ્ધાષ ચિંતવવા લાગ્યા કે—“જ્યારે મારામાં રહેલ અજ્ઞાનતાને એ - આચાર્ય પણ જાણુ શકતા નથી, તો મારે હજી અવશ્ય અભ્યાસ કરવાની જરૂર * P.P.AC. Gunratnasuri M.S! Jun Gun Aaradhak Trust