________________ ( 12 ) શ્રી પ્રભાવક ચરિત્ર. - ત્યારે લજજાથી મુખ નમાવીને તે બોલી કે–એ જુગારી પુત્રને શિખામણ આપવા જતાં તે ચાલ્યો ગયો. આથી શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે-“અહો ! સ્ત્રીઓની બુદ્ધિ ખરેખર ! અલ્પ હોય છે. વ્યસનો પુરૂષ કર્કશ વચનથી નહિ, પણ હળવે હળવે સમજાવી શકાય.” પછી તેણે પત્નીને સ્ટેજ ઠપકો આપતાં કહ્યું કે હે પ્રિયા! તેં સારું કર્યું. અમે આ સંબંધમાં તને શું કહીએ? કારણ કે એ વણિકોને ઉચિત નથી.” એમ કહી ઘર થકી બહાર નીકળીને તેણે ભારે પ્રયાસથી સમસ્ત નગર જોયું. અહા ! પુત્ર પર પિતાને મોહ કેટલો? . . એવામાં ઉપશમ–અમૃતની ઉમિઓમાં ઓતપ્રોત અને અપૂર્વ સ્થિતિ કરી રહેલ પુત્રને જોતાં શ્રેષ્ઠીએ જણાવ્યું કે –“હે વત્સ! સમતાવંત સાધુઓની પાસે તારો વાસ જોતાં પુત્રના આનંદની સ્થિતિ જાણે અમૃતમય બની હોય તેમ મને સંતોષ થાય છે, પરંતુ સદાચારથી વિમુખ અને કુવેષ ધારણ કરનારા એવા વ્યસની પુરૂષોની સાથે તારી સોબત હતી, તે કેતુગ્રહની જેમ મને ભારે સંતાપ ઉપજાવતી હતી. હે વત્સ ! હવે ચાલ, તારી માતા ઉત્કંઠાથી રાહ જોઈ રહી છે. તે કંઈક મારા વચનથી ફ્રભાણું છે અને તારા જવાથી તેને ભારે સંતાપ થાય છે.' ત્યારે સિદ્ધ –“હે તાત! હવે ઘરે આવવાથી સર્યું. મારું હૃદય ગુરૂના ચરણ-કમળમાં લીન થયું છે. કેઈ પણ જાતની અભિલાષા ન રાખતા જૈન દિક્ષા ધારણ કરીને હું સાયુમાર્ગનું સેવન કરીશ, માટે હવે તમે મારા પર મોહ રાખશે નહિ. માતાએ મને કહ્યું કે-“જ્યાં દ્વાર ઉઘડેલ હોય, તે સ્થાને જા.” તો સાધુઓ પાસે રહેવાનું મેં પસંદ કર્યું, અને તે વચન પણું રહ્યું. જે માતાનું વચન હું યાવજછવ પાળું તોજ મારી અખંડ કુલીનતા ગણાય. હે તાત ! એ બાબતને તમે તમારા મનમાં બરાબર વિચાર કરી . એ પ્રમાણે પુત્રનું વચન સાંભળતાં શેઠ સંભ્રમથી બોલી ઉઠયો કે–બહે વત્સ ! આ તું શું વિચારીને બેઠો ? અસંખ્ય વજાઓથી સાબીત થતું આપણું અગણિત ધન તારા વિના કેણ સાર્થક કરશે ? તું તારી ઈચ્છાનુસાર વિલાસકર અને દાન આપ, કે જેથી મને સંતોષ થાય. એમ કરતાં અને સદાચારના માર્ગે ચાલતાં તું સજનેને લાઘનીય થઈશ. તારી માતાને તું એકજ પુત્ર છે અને તારી વહુ તે સંતાનરહિત છે, તે બંનેને એક તુજ આધાર છે, તેમ હું વૃદ્ધની પણ અવગણના ન કર.” એમ પિતાએ કહ્યા છતાં તેની દરકાર ન કરતાં શસ્થિતિને સાધનાર એ સિદ્ધ કહેવા લાગ્યા...હે તાત !હવે એવા લોભના વચનથી મને અસર થવાની નથી. સાંભળ્યા છતાં મારે ન સાંભળ્યા જેવા છે. મારું મન બ્રહ્મચર્યમાં લીન થયું છે, માટે ગુરૂના પગે પડીને તમે એમ કહે ક–“મારા પુત્રને દીક્ષા આપે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust