________________ શ્રી માનદેવરિચરિત્ર. (187). અહીંના સંઘમાં આ બે દેવીઓ મુખ્ય છે, અને તેમની ત્યાં આવવા માટે અનુમતિ નથી. માટે પૂર્વે કાંઠે પ્રકાશિત કરેલ અને અત્યારે આ દેવીઓએ બતાવેલ શ્રી પાશ્વપ્રભુનો શ્રેષ્ઠ મંત્ર છે. સર્વ ઉપદ્રવને અટકાવનાર તે મંત્રથી સંયુક્ત તથા શ્રી શાંતિનાથ તથા પાર્શ્વનાથના સ્મરણથી પવિત્ર થયેલ એવું શ્રી શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થ થઈ પોતાના સ્થાને જા. એનાથી અશિવઉપદ્રવ શાંત થઈ જશે. એ પ્રમાણે ગુરૂના આદેશથી વિરદત્ત તે સ્તવન લઈને પ્રમોદપૂર્વક તક્ષશિલામાં આવ્યો અને તે તેણે શ્રીસંઘને અર્પણ કર્યું. એટલે આ બાલગોપાલ તે સ્તવન હર્ષથી ભણતાં, કેટલેક દિવસે ઉપદ્રવ શાંત થઈ ગયો. ત્યારે લોકો પોતાની ઈચ્છા પ્રમાણે અન્યત્ર ચાલ્યા ગયા. પછી ત્રણ વર્ષ જતાં તુકીઓએ તે મહાનગરીને ભાંગી નાખી. ત્યાં અદ્યાપિ પીતળ અને પાષાણુના બિંબ ભેંયરામાં છે, એમ વૃદ્ધ જને કહે છે. * ત્યારથી શ્રીસંઘના ક્ષુદ્ર ઉપદ્રવને નાશ કરનાર, અદભુત શાંતિસ્તવ અદ્યાપિ પ્રવર્તમાન છે. મુખ્ય મંત્રોમાં તેનો મંત્ર પ્રસિદ્ધ છે. અને તે આરાધવાથી ચિં., તામણિની જેમ ઈષ્ટ સિદ્ધિને આપે છે. - હવે શ્રી માનદેવસૂરિ શાસનની અનેક રીતે પ્રભાવના કરી, પોતાના પટ્ટપર ગ્ય શિષ્યને સ્થાપી જિનકલ્પ સદશ સંલેખના કરી પ્રાંતે શુભ ધ્યાનમાં મૃત્યુ પામતાં તે સ્વર્ગે ગયા. . ' એ પ્રમાણે મારા જેવાને ચિત્તની સ્થિરતા આપનાર શ્રીમાનદેવપ્રભુનું ચરિત્ર તે વિવિધ પદાર્થમાં આસક્ત બનેલા સંસારીજનોને વિદ્યાભ્યાસ તથા એકાગ્ર ધ્યાન તેમજ વાસનાના ઉચ્છેદ નિમિત્ત થાઓ. - શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે હંસસમાન, તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી માનદેવ સૂરિના ચરિત્રરૂપ આ તેરમું શિખર થયું. - કવિઓના પ્રયોજનરૂપ કાવ્ય વિષયમાં વિચક્ષણ, મહામતિ અને સર્વાના ધ્યાનથી જાણે તન્મયતા પામ્યા હોય એવા શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વર જયવંત વર્તે છે. ઈતિ શ્રી માનદેવસૂરિ-પ્રબંધ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust