________________ શ્રી માનદેવસૂરિ ચરિત્ર. (185 ) તથા પૂજારીઓ વિના બધા દેવની પૂજા અટકી પડી. તેમજ ઘરે બધા શબ સમૂહથી દુર્ગધ મારવા લાગ્યા. એવામાં સુરક્ષિત રહેલ કેટલાક શ્રાવક ચિત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે—“અરે ! આ શું આજેજ કલ્પાંતકાળ આવ્યો? આજે સંઘના અભાગ્યે કપદી, અંબાદેવી, બ્રહ્મશાંતિ, યક્ષરાજ કે વિદ્યાદેવી પણ કયાં અદશ્ય થઈ ગયાં. કારણ કે ભાગ્યોદય વખતે જ બધા દેવ–દેવીઓ સાક્ષાત્ હાજર થાય છે, એ વાત સ્પષ્ટ લાગે છે. અત્યારે તો એ બધા અવશ્ય કયાંક ચાલ્યા ગયા છે.” એ પ્રમાણે તેઓ નિરાશ થઈ. ને બેઠા, એવામાં શાસનદેવી આવીને શ્રી સંઘને કહેવા લાગી કે તમે આમ સંતાપ શામાટે પામે છે? પ્લેચ્છના પ્રચંડ વ્યંતરોએ બધા દેવ દેવીઓને દૂર કરી દીધા છે, તે કહે, અમારાથી અહીં શું થઈ શકે? તમને ઉચિત લાગે તેમ કરવું; પરંતુ એક ઉપાય હું તમને બતાવું, તે સાવધાન થઈને સાંભળે કે જેથી શ્રી સંઘની રક્ષા થાય. પછી ઉપદ્રવ શાંત થતાં આ નગર મૂકીને મારા વચનથી તમારે અન્ય અન્ય નગરમાં ચાલ્યા જવું.” એમ સાંભળતાં શ્રાવકે કંઈક આશ્વાસન પામ્યા, અને પુન: કહેવા લાગ્યા કે–“હે મહાદેવી ! અમને એ ઉપાય બતાવ, કે જેથી અમારી રક્ષા થઈ શકે? ત્યારે શાસનદેવી કહેવા લાગી કે –“નક્લ ગામમાં શ્રીમાન માનદેવસૂરિ ગુરૂ છે, તેમને લાવીને તેમના પગધાવણ જળથી મકાનને સિંચન કરે, તો ઉપદ્રવ શાંત થાય.” એમ કહીને તે દેવી અદશ્ય થઈ ગઈ. પછી શ્રાવકેએ એકમત થઈને વરદત્ત નામના શ્રાવકને નફુલ નગરમાં મોકલ્યું, એટલે તે વિનંતિપત્ર લઈને સત્વર ત્યાં ગયે, નિસ્ટ્રીહિ પૂર્વક ઉપાશ્રયમાં દાખલ થયો. તે વખતે આચાર્ય મધ્યાન્ડકાળે અંદરના ઓરડામાં હતા; પર્યકાસન લગાવી, નાસિકાના અગ્ર ભાગ પર દષ્ટિ સ્થાપી, સુખ દુઃખ, તૃણરમણિ, કે માટી મણિમાં સમાનતા ધરાવનાર એવા ગુરૂ બ્રહ્મજ્ઞાનના સાધન રૂપ શુભ સ્થાને બિરાજમાન હતા. આ વખતે જયા અને વિજયા નામે દેવીઓ તેમને પ્રણામ કરવાને આવી હતી અને તે એક ખુણામાં બેઠી હતી. તેમને જોતાં સરલ સ્વભાવી, અજ્ઞાનાત્મા અને ચિંતાને લીધે બુદ્ધિહીન બનેલ વરદત્ત વિચારવા લાગ્યું કે “અહો ! તે શાસનદેવીએ અમને બરાબર છેતર્યા, અને મને આટલે દૂર મોકલીને લેશ પમાડ્યો. આ રાજર્ષિ આચાર્ય તે દિવસે દિવ્યાંગના પાસે બેઠા છે. અહ! એનું ચારિત્ર એનાથી તે ઉપદ્રવ અવશ્ય શાંત થશે ! વળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust