________________ * મી બપ્પભદિસરિ ચરિત્ર ( 171) વાથી તેના પ્રાણ ચાલ્યા ગયા. પછી શીયાળની જેમ પાછળના દ્વારથી દુંદુકને રમતમાં દડાની જેમ માણસ મારફ ઘરથી બહાર કહેડાવી મૂકો, અને . પિતે વાજિંત્રેના નાદપૂર્વક સિંહાસન પર બેસી ગયો. એટલે સર્વ સામંતા, નાગરિકો અને મંત્રીઓએ તેને પ્રણામ કર્યા. ત્યારબાદ જ ભૂપાલ શ્રી આમવિહાર નામના તીર્થને વંદન કરવા ગયા. ત્યાં શ્રી બમ્પટ્ટિ મુનીશ્વરના બે શિષ્ય તેના જેવામાં આવ્યા, પણ તેમણે વિદ્યાના વિક્ષેપને લીધે રાજાને સત્કાર ન કર્યો. એમ તેમણે અભ્યત્થાનાદિ સન્માન ન કરવાથી ભેજરાજા ચિંતવવા લાગ્યો કે-આ ગુરૂના પદે રહેલા બંને શિષ્યો વ્યવહારથી અજ્ઞાત છે, તેથી એ ગુરૂપદને ગ્ય નથી. કારણ કે વિશ્વને વ્યવહાર એ મહત્ત્વનું સ્થાન છે.” એમ ધારીને તેણે શ્રીનગ્નસૂરિ તથા શ્રી ગેવિંદસરિને બોલાવીને તેમને આ દરપૂર્વક ગુરૂપદે સ્થાપ્યા. પછી રાજાએ શ્રીનગ્નસૂરિને પરિવાર સહિત મોઢેર તીર્થમાં મોકલ્યા અને શ્રી ગોવિંદસૂરિને પોતાની પાસે રાખ્યા. ત્યારબાદ અનેક રાજાઓને તાબે કરતાં ભેજરાજા આમરાજા કરતાં પણ શ્રી જિનશાસનની અધિક ઉન્નતિ કરવા લાગ્યા. " એ પ્રમાણે શ્રી બપ્પભદિ, ભદ્રકીરિ, વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર અને રાજપૂજિત એવા બિરૂદથી જૈનશાસનરૂપ ક્ષીરસાગરમાં પ્રખ્યાત થયા અને કસ્તુભ રત્નની જેમ પુરૂષોત્તમ–ઉત્તમ પુરૂષના હૃદયમાં તેમણે સ્થાન લીધું. ધર્મરૂપ કલ્પવૃક્ષના અંકુર સમાન તે શ્રી બપ્પભદ્રિસૂરિ જગતી પીઠ પર જ્યવંત વર્ગો કે જેમનું નામરૂપ મંત્ર અત્યારે પણ અજ્ઞાનરૂપ વિષને નાશ કરે છે. * રીતે સમસ્તલોકમાં વિખ્યાત આ શ્રી બપ્પભદિસૂરિનું ચરિત્ર, પૂર્વ વિદ્વાનોએ બનાવેલ શાસ્ત્રો થકી જાણીને મેં તેમાંનું કંઇક અલ્પ અહીં કહી બતાવ્યું, તેમાં મારાથી કંઈ અનુચિત કહેવાયું હેય, તો સજજનો ક્ષમા કરે તથા તેમના પ્રસાદથી આ ચરિત્ર જિનમતમાં સ્થિરતા પામી સર્વ લોકોને આદરપાત્ર અને અચળ થાઓ. * શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના ધ્યાન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનિશ્વરે શોધેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી બમ્પટ્ટિસૂરિના ચરિત્રરૂપ આ અગીયારમુ શિખર થયું. | દુષ્કર્મને જીતનાર, પુરૂષોત્તમ (કૃષ્ણ) ના પુત્ર, વિશુદ્ધ અક્ષયપદના કારણરૂપ, બહસ્પતિ (શિવ) ના ઉન્નતમાગે શેભાને પામેલા એવા શ્રી પ્રદ્યુમ્ન (સૂરિ) નો દેહં કલ્યાણકારી થાઓ.. ઈતિ-શ્રી બ૫ભદિસરિ-પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust