________________ શ્રી માનતુંગરિ-ચરિત્ર. ( 173) ન હોય, કેવળી આહાર ન કરે” તથા બત્રીશ અંતરાય-એ સિદ્ધાંતને જ્ઞાતા થયે. વળી લોચ કરીને તે જળકમંડળ પોતાના હાથમાં રાખવા લાગ્યા, તથા સર્વ પ્રકારના આભરણેનો ત્યાગ કરી તે ઈર્યાસમિતિ સાચવવા લાગ્યા, વળી ગૃહસ્થ ભજન કર્યા પછી અવશેષ રહેલ આહારનું તે ભોજન કરતો, મયૂરપીંછાને ગુચ્છ હાથમાં રાખતો અને મનકાળે તે મૌન સેવવા લાગ્યો. તેમજ બંને વખતના પ્રતિક્રમણમાં આલેયણા લેતાં તે શુદ્ધ રહેતો તથા તે દક્ષ નાના મોટા વિવિધ પ્રકારના દુષ્કર તપ તપવા લાગ્યા. હવે તે નગરીમાં લક્ષ્મીધર નામે તેને બનેવી કે જે સારે શ્રીમંત હતા, વળી જે આસ્તિક જનેમાં શિરોમણિ અને અત્યંત પ્રખ્યાત હતો. એકદા તેણે આમંત્રણ ન કર્યા છતાં તેની દઢ ભકિતને લીધે માનતુંગ ઋષિ અવસરે આહાર લેવા માટે તેને ઘેર આવ્યા, તેના કમંડળમાં શેાધન ન કરવાના પ્રમાદથી અને તેમાં નિરંતર જળ ભરી રાખવાથી અનેક સંમૂર્ણિમ પુરા ઉન્ન થયા હતા. ત્યાં કેગળા કરવા માટે તેમાંથી તેણે જેટલામાં જળ લીધું, તેવામાં વેતાંબર મુનિએના વ્રતમાં પ્રીતિવાળી એવી તેની બહેનના તે જોવામાં આવ્યા, આથી તે પોતાના બંધુ મુનિને કહેવા લાગી કે –“વ્રતમાં દયા એજ સાર છે, તે તમારા પ્રમાદથી આ બે ઈદ્રિય ત્રસ જીવો નાશ પામે છે, તે જૈન ધર્મથી વિપરીત વર્ણન છે. વળી માત્ર મર્યાદા સાચવવા માટે વસ્ત્રખંડમાં તમને પરિગ્રહ નડે છે અને તાંબાના પાત્રમાં તે પરિગ્રહ શા માટે નહિ? આ તો તમારી માત્ર સ્વતંત્રતા છે, તે શા માટે? વેતાંબર જૈન મુનિઓ ધન્ય છે કે જેઓ જીવરક્ષા કરવા સદા તત્પર હોય છે, તથા ક્રિયાને વિષે સાવધાન એવા તેઓ રાત્રે પાણી પણ પોતાની પાસે રાખતા નથી; વળી નિઃસંગ અને પરમાર્થમાં આદરવાળા તેઓ સચેલક અને અચેલક હોય છે, છતાં તેઓ પોતાના ઉપયોગમાં ખામી આવવા દેતા નથી. પાંચ આશ્રવ અને પાંચ વિષયોનો પરિહાર કરવામાં તેઓ પરાયણ હોય છે તથા ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિમાં સદા સાવધાન રહે છે. એ પ્રમાણે સાંભળતાં માનતુંગ મુનિ કહેવા લાગ્યા કે –“હે બહેન ! તું મારું નમ્ર વચન સાંભળ-મેં ધર્મ સાધવા માટે ગ્રહવાસને ત્યાગ કર્યો છે, તે અન્ય સામાચારી તો દૂર રહો, પરંતુ જ્યાં જીવદયા પણ ન મળે, તેવા સર્વજ્ઞવિરોધી ધર્મથી મારે શું પ્રયોજન છે? વળી આ પ્રદેશમાં શ્વેતાંબર મુનિઓ પણ ભાગ્યેજ કોઈવાર આવે છે.” એટલે તે શ્રાવિકા બોલી કે મધ્ય પ્રદેશમાંથી તે અત્યારે આવવાના છે, તેમની સાથે હું તમને જરૂર મેળાપ કરાવી આપીશ, કે જેથી નિર્મળ તપના ગે તમે સંસારથી વિસ્તાર પામો. હવે અત્યારે આ જળ કયાંક એકાંતે કુપાદિકમાં નાખી દ્યો, કે જેથી શાશનની લધુતા અને ગ્લાનિ ન થાય. વળી તેમ કરતાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust